Petrol-Diesel price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ વધારો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમત ફરી વધી

Petrol diesel prices today: અનેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ બાદ ડીઝલની કિંમત પણ 100 રૂપિયાને પાર થઈ ગઈ છે.

  • Share this:
    મુંબઈ. Petrol diesel prices today: પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે. સરકારી ઓઇલ કંપની (Oil companies)ઓએ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો (Petrol Diesel price hike) કર્યો છે. એટલે કે સતત બીજા દિવસ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 લીટરે 35 પૈસાનો વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પ્રમાણે રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત (Petrol price in Delhi) 106.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત (Diesel price in Delhi) 95.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. મુંબઈની વાત કરીએ તો પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 112.44 રૂપિયા અને ડીઝલની કિંમત 103.26 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. ચેન્નાઈમાં પેટ્રોલ 103 રૂપિયા અને ડીઝલ 103.26 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.12 રૂપિયા અને ડીઝલની કિંમત 98 રૂપિયા પ્રતિ લીટર છે.

    દેશમાં લગભગ મોટાભાગના શહેરોમાં પટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. બીજી તરફ અનેક એવા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ડીઝલની કિંમત પણ 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. આ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, કેરળ, કર્ણાટક, ઝારખંડ, ગોવા અને લદાખનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવને પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઝડપથી ઘટે તેવી શક્યતા ખૂબ ઓછી છે. ભારત સરકાર આ માટે ક્રૂડ ઓઇલની નિકાસ કરતા દેશોની કંપનીઓ સાથે પ્રોડક્શન વધારવા અને પુરવઠો વધારવા અંગે ચર્ચા કરી રહી છે.

    ગુજરાતમાં ચાર શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ: (Gujarat Petrol-diesel price today)

    શહેર----------પેટ્રોલ----------ડીઝલ
    અમદાવાદ----103.19------102.65
    વડોદરા------ 102.71------102.16
    સુરત--------- 103.04------102.52
    રાજકોટ------ 102.88------102.36
    (petroldieselprice.com પ્રમાણે)

    44 રૂપિયાનું પેટ્રોલ 105 રૂપિયામાં કેમ મળે છે?

    પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમત પાછળ ટેક્સનો મોટો હાથ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરે છે. આ ઉપરાંત ફ્રેટ, ડીલર ચાર્જ અને ડીલર કમિશન પણ સામેલ છે. આ તમામ વસ્તુઓને જોડ્યા બાદ પેટ્રોલની વેચાણ કિંમત બને છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી આખા દેશમાં સમાન છે. પરંતુ દરેક રાજ્ય તેના પર અલગ અલગ VAT લગાવે છે. આ કારણે જ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ અલગ હોય છે. દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં મળે છે.

    આ પણ વાંચો: Gold at Re 1: શું તમે દિવાળી પર ડિજિટલ ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો? આ બાબતોનું રાખો ધ્યાન

    70% ક્રૂડ ઓઇલની આયાત

    ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો જેટલો વપરાશ છે તેની સરખામણીમા ઉત્પાદન (Production of Crude Oil) ખૂબ ઓછું છે. આથી જ 70 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. જે બાદમાં દેશમાં આવેલી રિફાઇનરીઓમાં તેને રિફાઇન કરવામાં આવે છે. જેમાંથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી વગેરે અલગ કરવામાં આવે છે. આ કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલનો હાલ ભાવ 85 ડૉલર પ્રતિ બેરલ (Crude Oil Prices)ની આસપાસ છે.

    6 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝમાં કેટલો વધારો?

    સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2014માં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી (Central Excise Duty) 9.48 રૂપિયા પ્રતિ લીટર હતી. જે આજે વધીને 32.90 રૂપિયા પ્રતિ લીટર છે. આ જ રીતે ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 3.56 રૂપિયા પ્રતિ લીટર હતી, જે આજે વધીને 31.80 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala Stocks: રાકેશ ઝુનઝુનવાલાના પાંચ શેરે આ વર્ષે આપ્યું 215% સુધી વળતર, શું તમે ખરીદ્યા?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: