Home /News /business /

Petrol Diesel Price Today: 80 પૈસાનો ઝટકો આજે પણ ચાલુ, જાણો પેટ્રોલ-ડીઝલની કિંમત કેટલી વધી

Petrol Diesel Price Today: 80 પૈસાનો ઝટકો આજે પણ ચાલુ, જાણો પેટ્રોલ-ડીઝલની કિંમત કેટલી વધી

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

Petrol Diesel Price Today, 2 April 2022: દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 118 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. અહીં ડીઝલ 100 રૂપિયાને પાર ચાલ્યું ગયું છે.

    નવી દિલ્હી. Petrol Diesel Price Today, 2 April 2022: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો (Petrol-Diesel price hike) શનિવારે પણ ચાલુ રહ્યો છે. ગઈકાલે એટલે કે પહેલી એપ્રિલના રોજ સીએનજી, પીએનજી અને ગેસ સિલિન્ડરની કિંમત (LPG cylinder price hike) વધી હોવાથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી હતી. આજે એટલે કે 2 એપ્રિલ 2022ના રોજ પેટ્રોલ (Petrol price today) અને ડીઝલમાં ક્રમશ: 79 પૈસા અને 83  પૈસાનો વધારો (Diesel price today) કરવામાં આવ્યો છે. છેલ્લા સાડા ચાર મહિનાથી પેટ્રોલ-ડીઝલી કિંમત સ્થિર હતી પરંતુ 22મી માર્ચથી ભાવ વધારાની શરૂઆત થઈ હતી.

    છેલ્લા 11 દિવસમાં સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં લગભગ 7.20 રૂપિયાનો વધારો કર્યો છે. ડીઝલની કિંમતમાં પણ આશરે એટલો જ વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 118 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. અહીં ડીઝલ 100 રૂપિયાને પાર ચાલ્યું ગયું છે.

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત


    – દિલ્હી પેટ્રોલ 102.61 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 117.57 રૂપિયા અને ડીઝલ 101.79 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 108.21 રૂપિયા અને ડીઝલ 98.28 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 112.19 રૂપિયા અને ડીઝલ 97.02 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    – અમદાવાદ પેટ્રોલ 102.23 રૂપિયા અને ડીઝલ 96.53 રૂપિયા પ્રતિ લીટર
    – સુરત પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 96.41 રૂપિયા પ્રતિ લીટર
    – વડોદરા પેટ્રોલ 101.76 રૂપિયા અને ડીઝલ 96.07 રૂપિયા પ્રતિ લીટર
    – રાજકોટ પેટ્રોલ 101.97 રૂપિયા અને ડીઝલ 96.26 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: LPG સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: સીએનજીમાં એક ઝાટકે પાંચ રૂપિયાનો તોતિંગ વધારો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CNG, Crude oil, Diesel, LPG, Petrol

    આગામી સમાચાર