Petrol Diesel Price: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, મુંબઈમાં પેટ્રોલ 91 રૂપિયાને પાર

Petrol Diesel Price: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, મુંબઈમાં પેટ્રોલ 91 રૂપિયાને પાર
પાંચ દિવસ બાદ ફરી ભાવવધારો કરાયો, જાણો આપના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો થયો વધારો

પાંચ દિવસ બાદ ફરી ભાવવધારો કરાયો, જાણો આપના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો થયો વધારો

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓએ પાંચ દિવસ બાદ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price)માં વધારો કર્યો છે. જેને કારણે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. નોંધનીય છે કે 29 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા બાદ તેમાં 6 અને 7 જાન્યુઆરીએ વધારો કરવામાં આવ્યો હતો. આ બે દિવસમા; જ પેટ્રોલના ભાવ 49 પૈસા પ્રતિ લીટર વધ્યો, જ્યારે ડીઝલ 51 પૈસા મોંઘું થયું હતું. બુધવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં પણ 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 84.45 રૂપિયા અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 13 January 2021)



    દિલ્હી- પેટ્રોલ 84.45 રૂપિયા અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 91.07 રૂપિયા અને ડીઝલ 81.34 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.92 રૂપિયા અને ડીઝલ 78.22 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 87.18 રૂપિયા અને ડીઝલ 79.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, 6 હજારથી ઓછી છે આ 5000mAh બેટરીવાળા સ્માર્ટફોનની કિંમત, આજે સેલમાં મેળવો આકર્ષક ઓફર્સ

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

    આ પણ વાંચો, મોંઘવારી! તેલ, સાબુ અને ટૂથપેસ્ટના વધવાના છે ભાવ, જાણો શું છે કારણ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 13, 2021, 08:09 am

    ટૉપ ન્યૂઝ