Petrol Diesel Price: સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો, જાણો આપના શહેરનો ભાવ

Petrol Diesel Price: સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો, જાણો આપના શહેરનો ભાવ
પ્રતીકાત્મક તસવીર

આજે ડીઝલ 31થી 35 પૈસા પ્રતિ લીટર અને પેટ્રોલ 23થી 26 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘું થયું, જાણો નવા રેટ્સ

  • Share this:
    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) તરફથી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી વધારો (Petrol Diesel Price Hike) કરવામાં આવ્યો છે. આજે ડીઝલ (Diesel Price Today)નો ભાવ 31થી 35 પૈસા સુધી વધી ગયો છે. બીજી તરફ પેટ્રોલનો ભાવ (Petrol Price Today) પણ 23થી 26 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. શુક્રવારે દિલ્હી (Delhi Petrol Diesel Price)માં પેટ્રોલનો ભાવ 91.27 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 81.73 રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ, મુંબઈ (Mumbai Petrol Diesel Price)માં પેટ્રોલનો ભાવ 97.61 રૂપિયા થતા ડીઝલનો ભાવ 88.82 રૂપિયા પ્રતિ લીટર હતો.

    રોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવી કિંમત



    નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

    આ પણ વાંચો, PM Kisan: આજે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે 2000 રૂપિયાનો હપ્તો! ફટાફટ કરો ચેક

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 10 May 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 91.53 રૂપિયા અને ડીઝલ 82.06 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 97.86 રૂપિયા અને ડીઝલ 89.17 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 91.66 રૂપિયા અને ડીઝલ 84.90 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 93.38 રૂપિયા અને ડીઝલ 86.96 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવો લાભ, આવી રીતે કરો અરજી


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 10, 2021, 07:27 am

    ટૉપ ન્યૂઝ