નવી દિલ્હી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Rates)માં તેજી જોવા મળી રહી છે. લંડન એક્સપ્રેસમાં બ્રેંટ ક્રૂડનો ભાવ 64 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. બીજી તરફ સ્થાનિક બજારોમાં આજે સતત 10મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Hike)માં આગ લાગેલી જોવા મળી રહી છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 34 પૈસા પ્રતિ લીટર વધીને 89.88 રૂપિયા પર આવી ગયું. ડીઝલ (Diesel Price Today) પણ 32 પૈસાના છલાંગ સાથે 80.27 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ (All Time High) પર ચાલી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Petrol and diesel prices in Delhi stand at Rs 89.88/litre (increase by 34 paise) and Rs 80.27/litre (increase by 32 paise), respectively
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કેમ આટલો વધારો થયો?
ભારતમાં પેટ્રોલ-ડીઝલની છૂટક કિંમત વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ સાથે જોડાયેલી છે. એટલે કે જો વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની કિંમત ઓછી હશે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે. જો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થાય, તો પેટ્રોલ-ડીઝલ માટે વધુ ખર્ચ કરવો પડશે. પરંતુ દર વખતે આવું થતું નથી. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થાય છે, ત્યારે તેનો ભાર ગ્રાહકો પર પડે છે. પરંતુ જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત ઓછી હોય છે ત્યારે સરકાર તેની આવક વધારવા માટે ગ્રાહકો પર ટેક્સ લાદી દે છે. આ રીતે, વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે લોકોને કોઈ વિશેષ રાહત મળતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર