Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો, જાણો IOCLએ આજે કેટલો વધાર્યો ભાવ

પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલની કિંમતમાં આજે 29 પૈસાનો અને ડીઝલની કિંમતમાં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Petrol-Diesel Price Today on 29 June 2021: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતો (Crude Oil Price)માં સતત તેજી જોવા મળી રહી છે. કાચા તેલની કિંમતોની અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવા મળી રહી છે. એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં આજે 29 પૈસાનો વધારો કર્યો છે અને ડીઝલની કિંમતમાં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 98.81 રૂપિયા અને ડીઝલ 89.91 રૂપિયા પ્રતિ લીટર છે.

    દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 29 June 2021)

    દિલ્હી- પેટ્રોલ 98.81 રૂપિયા અને ડીઝલ 89.91 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 104.90 રૂપિયા અને ડીઝલ 96.72 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 99.80 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 92.03 રૂપિયા પ્રતિ લીટર છે.
    જયપુર- પેટ્રોલ 105.54 રૂપિયા અને ડીઝલ 98.29 રૂપિયા પ્રતિ લીટર છે.
    લખનઉ- પેટ્રોલ 95.97 રૂપિયા અને ડીઝલ 89.59 રૂપિયા પ્રતિ લીટર છે.
    ભોપાલ- પેટ્રોલ 107.07 રૂપિયા અને ડીઝલ 97.93 રૂપિયા પ્રતિ લીટર છે.
    પટના- પેટ્રોલ 100.81 રૂપિયા અને ડીઝલ 94.52 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની આવી થઈ હતી હાલત! જોઈને રડી રહી છે દેશની જનતા

    4 મે બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. સમયાંતરે થઈ રહેલા ભાવવધારાના કારણે દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 અને 105 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. તેમાં જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, બંસવાડા, ઈન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુરશ, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગા, મુંબઈ, રત્નાગિરી, ઔરંગાબાદ, પટના અને લેહ પણ સામેલ છે.

    આ પણ વાંચો, ચમચી કરતાં હાથથી ખાવાથી ભોજન કેમ વધુ સ્વાદિષ્ટ લાગે છે? આ રહ્યા કારણો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: