Home /News /business /આવતા અઠવાડિયાથી દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના 'ડામ' માટે તૈયાર રહેજો: રિપોર્ટ

આવતા અઠવાડિયાથી દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના 'ડામ' માટે તૈયાર રહેજો: રિપોર્ટ

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર

Petrol-Diesel Price: ગત દિવાળી બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર. પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ફરી દરરોજ ભાવ વધારો લાગૂ કરે તેવી સંભાવના.

    નવી દિલ્હી: દિવાળી પછીથી પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price) સ્થિર રહી છે. હાલ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, અને મણીપુરમાં વિધાનસભાની ચૂંટણી (State elections) ચાલી રહી છે. એક વખત ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ફરીથી લાગૂ કરવામાં આવશે. બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગન (JP Morgan) તરફથી એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન સાતમી માર્ચના રોજ પૂર્ણ થશે. જે બાદમાં 10મી માર્ચે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

    લાઇવ મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે જેપી મોર્ગને એક અહેવાલમાં જણાવ્યું છે કે, "અમે આશા રાખી રહ્યા છીએ કે પેટ્રોલ અને ગેસની કિંમતમાં આવતા અઠવાડિયાથી ફેરફાર ફરીથી શરૂ કરવામાં આવશે. આવતા અઠવાડિયે વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દૈનિક ફેરફાર શરૂ થવાની સંભાવના છે. નવેમ્બર બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. સ્પોટ બ્રેન્ટની કિંમત 105 ડૉલર પ્રતિ બેરલ પહોંચી છે ત્યારે અમારા અંદાજ પ્રમાણે ઓઇલ માર્કેટિંગ કંપનીને એક લીટરે 5.7 રૂપિયા આસપાસ નુકસાન વેઠવું પડી રહ્યું છે."

    2014ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમત પ્રથમ વખત 110 ડૉલર પ્રતિ બેરલની સપાટી પર પહોંચી હતી. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ક્રૂડ ઓઇલની કિંમતમાં હજુ પણ વધારો શક્ય છે. બીજી તરફ રશિયા પણ ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે. વિવિધ પ્રતિબંધોને પગલે જો તેનો પુરવઠો બાધિત થશે તો ક્રૂડ ઓઇલની કિંમત વધી શકે છે.

    આ પણ વાંચો: LIC જ નહીં, માર્ચમાં આ છ કંપનીઓના IPO પણ થઈ શકે છે લોંચ

    કેટલો વધારો શક્ય?

    બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે જો માર્જિન અને નુકસાન બંનેને સાથે ગણવામાં આવે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવમાં પ્રતિ લીટર 9 રૂપિયા સુધી વધારો કરી શકે છે.

    બ્રોકરેજનું કહેવું છે કે, "અમે એક્સાઇઝ ડ્યૂટીમાં એકથી ત્રણ રૂપિયાની ઘટાડાની આશા રાખીએ છીએ. જે બાદમાં લીટર દીઠ પાંચથી આઠ રૂપિયાનો ભાવ વધારો થઈ શકે છે. અમારો આ અંદાજ ક્રૂડ ઓઇલની કિંમત 100 રૂપિયા પ્રતિ બેરલ રહે તેના આધારે છે."

    આ પણ વાંચો: બસ આટલું કરવાથી તમારી હોમ લોનનો EMI 5,000 રૂપિયા સુધી ઘટી શકે!

    પેટ્રોલ-ડીઝલની કિંમત

    ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. બીજી તરફ છેલ્લા 118 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા છે. આ કિંમત કેન્દ્ર સરકારના એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા અને રાજ્ય સરકારના વેટના ઘટાડા બાદની છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude, Diesel, Petrol

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन