Home /News /business /Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર છે, ચૂંટણી પછી વધશે?

Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર છે, ચૂંટણી પછી વધશે?

શાળાના વાહનોમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી વગર ડીઝલ પમ્પ પણ બનાવવામાં આવ્યો હતો.

Petrol Diesel Price Hike: ગત વર્ષે નવેમ્બરની શરૂઆતમાં, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગામ લગાવવામાં આવી હતી, ત્યારે સરેરાશ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $ 81.5 હતી. જે હવે વધીને $110 પ્રતિ બેરલ થઈ ગયો છે. બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને એક રિપોર્ટમાં જણાવ્યું કે, 'આવતા સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ જશે. અનુમાન છે કે આ પછી ઇંધણના દરો દૈનિક ધોરણે વધી શકે છે.

વધુ જુઓ ...
Petrol Diesel Price: દેશના 5 રાજ્યોમાં આગામી અઠવાડિયે વિધાનસભાની (5 States Assembly Election) ચૂંટણી પૂર્ણ થઇ જશે અને તે બાદ પેટ્રોલ અને ડીઝલનાં (Petrol Diesel Price Hike) ભાવ વધે તેની વધવા લાગે તેવી પુરેપુરી શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને વટાવી ગઈ છે. આ કારણે ઓઈલ કંપનીઓએ સામાન્ય માર્જિન હાંસલ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર છે. વાસ્તવમાં, રશિયાથી તેલના સપ્લાયમાં ડરના કારણે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમત 2014 પછી પ્રથમ વખત બેરલ દીઠ $ 110ના સ્તરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો-હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

ક્રૂડ ઓઇલ આસમાને- પેટ્રોલિયમ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) અનુસાર, 1 માર્ચે ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેની કિંમત બેરલ દીઠ $102ને વટાવી ગઈ હતી. ઈંધણની આ કિંમત ઓગસ્ટ 2014 પછી સૌથી વધુ છે. પીટીઆઈના અહેવાલ મુજબ, ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગામ લગાવવામાં આવી હતી, ત્યારે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત બેરલ દીઠ $ 81.5 હતી. બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને એક રિપોર્ટમાં જણાવ્યું કે, 'આવતા સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ જશે. અનુમાન છે કે આ પછી ઇંધણના દરો દૈનિક ધોરણે વધી શકે છે.

આ પણ વાંચો-સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ: આજથી પાંચ દિવસ આપશે સસ્તુ સોનું, જાણો ડિસ્કાઉન્ટ પર કેવી રીતે મળશે GOLD

તેલ કંપનીઓને પ્રતિ લિટર રૂ. 5.7 નું નુક્સાન
સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. 5.7નું નુકસાન થઈ રહ્યું છે. જેપી મોર્ગનના મતે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય માર્કેટિંગ નફો મેળવવા માટે રિટેલ ભાવમાં 9 રૂપિયા પ્રતિ લિટર અથવા 10 ટકાનો વધારો કરવાની જરૂર છે. સતત 118 દિવસથી સ્થાનિક સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
" isDesktop="true" id="1184992" >

આ વર્ષે પાંચમી વખત ATFના ભાવમાં વધારો થયો છે
તે જ સમયે, દેશમાં એરક્રાફ્ટ ઇંધણની કિંમતો સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. મંગળવારે એરક્રાફ્ટ ફ્યુઅલના ભાવમાં 3.3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં સતત વધારાને કારણે આ વર્ષે એરક્રાફ્ટ ફ્યુઅલ અથવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં આ પાંચમી વખત વધારો થયો છે.
First published:

Tags: Crude oil, Petrol price, Russia ukraine war