પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઉછાળા સાથે નવો રેકોર્ડ, જાણો અમદાવાદનો ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દિવસે અને દિવસે વધી રહી છે.

અમદાવાદમાં આજનો પેટ્રોલનો ભાવ 77.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 74.57 રૂપિયા પ્રતિ લિટર છે.

 • Share this:
  પેટ્રોલ ડીઝલના ભાવ આજે ફરી વધ્યા છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 14 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલ પ્રતિ લીટર 15 પૈસા મોંઘુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલ આજે 78.05 રૂપિયા અને ડીઝલ 69.61 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે અમદાવાદમાં આજનો પેટ્રોલનો ભાવ 77.22  રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 74.69 રૂપિયા પ્રતિ લિટર છે.

  ભારતીય તેલ નિગમ તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલની કિંમત 69.61 રૂપિયા થઇ ગઇ છે. જે અમદાવાદની ડીઝલની કિંમત કરતા પણ વધારે છે.

  અન્ય શહેરોમાં ડીઝલના ભાવ

  -કોલકત્તામાં આજે ડીઝલની કિંમત 72.46 પ્રતિ લિટર છે જ્યારે સામવારે આ કિંમત 72.31 રૂપિયા અને રવિવારે 72.16 રૂપિયા પ્રતિ લિટર હતી.
  -ચેન્નઇમાં ડીઝલની કિંમત આજે 73.54 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે સોમવારે 73.38 રૂપિયા પ્રતિ લિટર હતી. જ્યારે રવિવારે 73.23 રૂપિયા પ્રતિ લિટર હતા.
  -મુંબઇમાં ડીઝલની કિંમત 73.90 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે સોમવારે 73.76 રૂપિયા પ્રતિ લિટર હતી.

  અન્ય શહેરોમાં પેટ્રોલના ભાવ

  -કોલકત્તામાં આજે પેટ્રોલની કિંમત 80.98 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. જ્યારે સોમવારે આ કિંમત 80.84 રૂપિયા પ્રતિ લિટર હતી.
  -મુંબઇમાં આજે પેટ્રોલના ભાવ 85.47 રૂપિયા પ્રતિ લિટર હતાં. સોમવારે અહીંયા પેટ્રોલની કિંમત 85.33 રૂપિયા પ્રતિ લીટર હતી.
  -ચેન્નઇમાં આજે પેટ્રોલની કિંમત 82.09 રૂપિયા પ્રતિલિટર થઇ ગઇ છે જ્યારે સોમવારે 80.94 રૂપિયા પ્રતિ લિટર હતી.

  દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઈમાં પેટ્રોલ પોતાના સર્વોચ્ચ સ્તર પર 29 મેના રોજ હતા.
  Published by:Kaushal Pancholi
  First published: