Home /News /business /

Petrol Diesel Prices Hike: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં અઠવાડિયામાં ત્રીજી વખત વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

Petrol Diesel Prices Hike: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં અઠવાડિયામાં ત્રીજી વખત વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલ કિંમત

Petrol Diesel Prices Hike: ભાવ વધારા બાદ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ અઠવાડિયામાં ત્રીજી વખત ભાવમાં વધારો થયો.

    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ આજે એટલે કે શુક્રવારે ફરીએકવાર પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price today)માં મોટો વધારો કર્યો છે. અઠવાડિયામાં ત્રીજી વખત પેટ્રોલ (Petrol price) અને ડીઝલની કિંમત (Diesel price)માં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. ડીઝલની કિંમતમાં પણ એટલો જ વધારો કરવામાં આવ્યો છે. ત્રણ વખત વધારો કર્યો બાદ પેટ્રોલ કિંમતમાં પ્રતિ લીટર 2.40 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા 137 દિવસ સુધી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખી હતી. આ દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમતમાં 45 ટકાનો વધારો થયો છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel price, 25 March 2022)


    – દિલ્હી પેટ્રોલ 97.81 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 112.51 રૂપિયા અને ડીઝલ 96.70 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 103.71 રૂપિયા અને ડીઝલ 93.75 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 107.18 રૂપિયા અને ડીઝલ 92.22 રૂપિયા પ્રતિ લીટર

    આ શહેરમાં પણ ભાવ બદલાયો


    – નોઇડા પેટ્રોલ 102.44 રૂપિયા અને ડીઝલ 89.43 રૂપિયા પ્રતિ લીટર
    – લખનઉ પેટ્રોલ 97.67 રૂપિયા અને ડીઝલ 89.22 રૂપિયા પ્રતિ લીટર
    – પોર્ટબ્લેર પેટ્રોલ 84.98 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: ફક્ત 13,650 રૂપિયામાં બાબા રામદેવના બિઝનેસ પાર્ટનર બનો


    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: હાલ બજારમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો કઈ રીતે કરશો?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    આગામી સમાચાર