Petrol Diesel Price: સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આપના શહેરના Rates

Petrol Diesel Price: સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આપના શહેરના Rates
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ વધીને 86.27 રૂપિયા અને ડીઝલનો ભાવ 85.52 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો

  • Share this:
    Petrol Diesel Price Hike: ભારતમાં સતત સાતમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 26 પૈસા પ્રતિ લીટર વધીને 88.99 રૂપિયાએ પહોંચી ગયો. ડીઝલ (Diesel Price Today) પણ 29 પૈસાની છલાંગ લગાવીને 79.35 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. હાલ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ (All Time High) હાઇ પર છે. અમદાવાદ (Ahmedabad)ની વાત કરીએ તો આજે પેટ્રોલના ભાવ વધીને 86.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધીને 85.52 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.

    નવા વર્ષમા 5 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે પેટ્રોલ



    નવું વર્ષ પેટ્રોલ અને ડીઝલના વપરાશકર્તાઓ માટે સારું નથી રહ્યું. આમ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર 19 દિવસ જ પેટ્રોલ મોંઘું થયું પરંતુ આ દિવસોમાં જ તે 5.18 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. મુંબઈમાં તો પેટ્રોલ 95 રૂપિયાથી પાર પહોંચી ગયું છે, જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે. તેની સાથે જ લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ All Time High Price પર પહોંચી ગયું છે. આ પહેલા ગયા વર્ષના બીજા હાફમાં પણ પેટ્રોલના ભાવ ખૂબ વધ્યા હતા. જોવા જઈએ તો છેલ્લા 10 મહિનામાં જ તેની કિંમત લગભગ 18 રૂપિયા પ્રતિ લીટર જેટલી વધી છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 15 February 2021)

    દિલ્હી- પેટ્રોલ 88.99 રૂપિયા અને ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 95.46 રૂપિયા અને ડીઝલ 86.34 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.25 રૂપિયા અને ડીઝલ 82.94 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 91.19 રૂપિયા અને ડીઝલ 84.44 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, જરૂરી સમાચાર- આજથી વાહનો પર FASTag થયું અનિવાર્ય, નહીં હોય તો થશે દંડ, જાણો તેના વિશે બધું જ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Samsung Galaxy F62 ભારતમાં આજે થશે લૉન્ચ, મળશે 7000mAh બેટરી અને દમદાર પ્રોસેસર

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 15, 2021, 08:18 am

    ટૉપ ન્યૂઝ