આખા વર્ષમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ આજે, જાણો નવા રેટ્સ

પ્રતીકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય સ્તર પર છેલ્લા કેટલાક દિવસોથી કાચા તેલના ભાવ સતત ઘટી રહ્યા છે, તેથી પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: કાચા તેલની કિંમતોમાં ઘટાડાની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર દેખાઈ રહી છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસા સસ્તું થઈ ગયું છે. ડીઝલના ભાવ 25 પૈસા ઘટ્યા છે. રાજધાની દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલ ખરીદવા માટે 68.86 રૂપિયા ખર્ચ કરવા પડશે. ડીઝલ માટે 62.86 રૂપિયા ચૂકવવા પડશે. આપને જણાવી દઈએ કે છેલ્લા એક મહિના દરમિયાન ઈંધણ 40 ટકા સસ્તું થઈ ગયું છે.

  દિલ્હી
  પેટ્રોલ: 68.86 રૂપિયા પ્રતિ લીટર
  ડીઝલ: 62.86 રૂપિયા પ્રતિ લીટર

  મુંબઈ
  પેટ્રોલ: 74.47 રૂપિયા પ્રતિ લીટર
  ડીઝલ: 65.76 રૂપિયા પ્રતિ લીટર

   આજે કેમ સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ
  આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી કાચા તેલના ભાવ સતત ઘટી રહ્યા છે, તેથી પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા છે. આપને જણાવી દઈએ કે લીબિયા તરફથી કાચા તેલનું ઉત્પાદન ઝડપથી વધી ગયું છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ 40 ટકા સુધી ઘટી ગયું છે. ઓક્ટોબરમાં કાચું તેલ 84 ડોલર પ્રતિ બેરલ હતું, જે હવે 55 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.
  Published by:Mrunal Bhojak
  First published: