Petrol Diesel Price: જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, અહીં ચેક કરો આજના Rates

Petrol Diesel Price: જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, અહીં ચેક કરો આજના Rates
આપના શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલનો શું છે ભાવ, આવી રીતે જાણો

આપના શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલનો શું છે ભાવ, આવી રીતે જાણો

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price)ના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. પટ્રોલના ભાવમાં 23 દિવસથી કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. બીજી તરફ આજે 13માં દિવસે પણ ડીઝલના ભાવ સ્થિર રહ્યા. ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ 81.06 અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલો રહ્યો. મુંબઈમાં પેટ્રોલ 87.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76.86 રૂપિયા પ્રતિ લીટર, કોલાકાતામાં પેટ્રોલ 82.59 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 73.99 રૂપિયા પ્રતિ લીટર તથા ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 84.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.99 રૂપિયા પ્રતિ લીટર રહ્યો.

    આપના શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલનો શું છે ભાવ, આવી રીતે જાણો



    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, તેલંગાણા બાદ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રેડ અલર્ટ જાહેર

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 15 October 2020)

    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Unlock-5: 7 મહિના બાદ આજથી ખુલી રહ્યા છે સિનેમા હૉલ, મૂવી જોતાં પહેલા જાણી લો આ નિયમ

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 15, 2020, 08:11 am

    ટૉપ ન્યૂઝ