પેટ્રોલ અને ડીઝલમાં સતત બીજા દિવસે આંશિક ઘટાડો જોવા મળ્યો છે. 16 દિવસ પછી બુધવારે પેટ્રોલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. આજે એટલે કે ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 7 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસાનો ઘટાડો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 78.42થી ઘટીને 78.35 પ્રતિ લીટર થઈ હતી, જ્યારે ડીઝલની કિંમત રૂ. 69.30માંથી ઘટીને રૂ. 69.25 પ્રતિ લીટર થઈ હતી. મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂ. 86.16 પ્રતિ લીટર છે.
બુધવારે 16 દિવસ સુધી સતત ભાવ વધ્યા બાદ પેટ્રોલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. કિંમતમાં એક પૈસાનો ઘટાડાની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજાક ઉડાવી હતી. 14મીથી સતત પેટ્રોલની કિંમતમાં રૂ. 3.8 પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં રૂ. 3.38 પ્રતિ લીટર વધારે થયો હતો.
60 પૈસા નહીં, ફક્ત 1 પૈસા સસ્તું થયું પેટ્રોલ
પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે બુધવારની સવાર સારા સમાચાર સાથે આવી હતી. જોકે, આ સારા સમાચાર થોડા સમય માટે જ રહ્યા હતા. આઈઓસીએ પોતાની વેબસાઇટ પર ભૂલથી દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 60 પૈસા અને ડીઝલની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો બતાવી દીધો હતો. આખરે સામે આવ્યું હતું કે પેટ્રોલની કિંમતમાં 60 પૈસાનો નહીં પરંતુ ફક્ત એક પૈસાનો ઘટાડો થયો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે મંગળવારે પેટ્રોલની કિંમત 78.43 રૂપિયા પ્રતિ લીટર હતી. જે આજે સવારે રૂ. 78.43 પ્રતિ લીટર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર