Home /News /business /

પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, ચાર દિવસમાં આટલા ઘટ્યાં ભાવ, જાણો આજની કિંમત

પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, ચાર દિવસમાં આટલા ઘટ્યાં ભાવ, જાણો આજની કિંમત

પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. શનિવારે દેશના ચાર પ્રમુખ શહેરોમાં પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ 9 પૈસા પ્રતિ લિટર સસ્તા થયાં છે. ગત ચાર દિવસોમાં પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તા થયા છે.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં માત્ર કેરળ રાજ્યમાં જ પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. કેરળની રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિાયનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે પહેલી જૂનથી લાગુ થયો છે.

    શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવ

    આઇઓસીની વેબસાઇટમાં આપેલા ભાવ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ 78.20 રૂપિયા પ્રિત લિટર, ડીઝલ 69.11 રૂપિયા પ્રિત લિટર છે. કિંમતોમાં ઘટાડો થવા છતાં પણ મુંબઇમાં પેટ્રોલના ભાવ સૌથી વધારે છે. મુંબઇમાં પેટ્રોલ 86.01 અને ડીઝલ 73.58 રૂપિયા પ્રતિ લિટર છે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા 16 દિવસમાં પેટ્રોલમાં આશરે 4 રૂપિયા અને ડીઝલમાં 3.62 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. જોકે, ગત કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઇલ 4 ડોલર પ્રતિ બેરલનો ભાવ ઘટાડો થયો છે. નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં 5 ટકાનો ઘટાડો થતાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 80 ડોલરથી ઘટીને 76 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. એટલા માટે સ્થાનિક બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Petrol-diesel-price, Price-cuT

    આગામી સમાચાર