Petrol Diesel Price Today: ખુશખબર! સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ ચેક કરો આપના શહેરનો આજનો ભાવ

દેશના અલગ-અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધી પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) ઘટાડો કરાયો છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલ 15 પૈસા સુધી સસ્તા થયા, રવિવારે ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Petrol Diesel Price, 5 September 2021: રવિવાર, 5 સપ્ટેમ્બરના રોજ સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. આંતરરાષ્રીSeય સ્તર પર કાચા તેલની કિંમતો (Crude Oil Rates) નબળી રહ્યા બાદ ઇંધણના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દેશના અલગ-અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધી પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) ઘટાડો કરાયો છે. બીજી તરફ, ડીઝલ (Diesel Price Today) પણ 15 પૈસા સુધી સસ્તું થયું છે. આ બીજી વાર છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમા; 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરાયો હતો. જોકે, પેટ્રોલ-ડીઝલ હજુ પણ રેકોર્ડ કિંમતો પર વેચાઈ રહ્યા છે.

    પેટ્રોલની ઊંચી કિંમતો છતાંય તેના વેચાણ પર કોઈ ખાસ અસર નથી પડી. આ નાણાકીય વર્ષમાં તેની માંગ રેકોર્ડ સ્તર પર પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, ડીઝલની માંગમાં ઘટાડો છે અને તેના સુધારમાં સમય લાગી શકે છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 5 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Airtelનો ધમાકો! એક વર્ષ માટે ફ્રીમાં મળશે Disney+Hotstar Mobile સબ્સક્રિપ્શન, કેવી રીતે ઉઠાવશો લાભ?

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.03 રૂપિયા અને ડીઝલ 95.51 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.81 રૂપિયા અને ડીઝલ 95.27 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Mutual Fund Investment: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર કેવી રીતે મેળવી શકો છો વધુ રિટર્ન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: