Petrol Diesel Price: 20 દિવસમાં 5 રૂપિયાથી વધુ મોંઘું થયું ડીઝલ, જાણો આપના શહેરમાં ભાવ

Petrol Diesel Price: 20 દિવસમાં 5 રૂપિયાથી વધુ મોંઘું થયું ડીઝલ, જાણો આપના શહેરમાં ભાવ
રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણો લેટેસ્ટ રેટ્સ

રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણો લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) છેલ્લા એક મહિનાની અંદર સમયાંતરે પેટ્રોલ અને ડીઝલની કિંમતો (Petrol Diesel Price)માં વધારો ઝીંકતા સામાન્ય જનતાને મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન 20 દિવસ ભાવ વધારવામાં આવ્યા અને તેમાં ડીઝલ 5.17 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ 4.17 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિનામાં આ ત્રીજો ભાવવધારો છે. આ પહેલા શુક્રવારે પણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

    છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. મુંબઈમાં પેટ્રોલ 101 રૂપિયા પ્રતિ લીટર કરતાં પણ મોંઘું વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ 95 રૂપિયા પ્રતિ લીટર કરતાં મોંઘું થઈ ગયું છે.



    આ પણ વાંચો, આ વર્ષે પણ નહીં યોજાય અમરનાથ યાત્રા, લાઇવ આરતીમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 6 June 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 95.03 રૂપિયા અને ડીઝલ 85.95 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 101.25 રૂપિયા અને ડીઝલ 93.10 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 96.47 રૂપિયા અને ડીઝલ 90.66 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 95.02 રૂપિયા અને ડીઝલ 88.80 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ONGCમાં કાયમી નોકરી કરવાની તક, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 06, 2021, 08:51 am

    ટૉપ ન્યૂઝ