Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલે તોડ્યા તમામ રેકોર્ડ, ફટાફટ જાણી લો આજના ભાવ

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલે તોડ્યા તમામ રેકોર્ડ, ફટાફટ જાણી લો આજના ભાવ
જૂન મહિનામાં બીજી વખત થયો ભાવવધારો, જાણો આપના શહેરમાં કેટલા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ

જૂન મહિનામાં બીજી વખત થયો ભાવવધારો, જાણો આપના શહેરમાં કેટલા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો (Petrol-Diesel Price Today) તમામ રેકોર્ડ તોડી દીધા છે. બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 4 જૂને સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલમાં 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકી દીધો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 94.76 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ (Diesel Price Today) 86.66 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. નોંધનીય છે કે આ પહેલા 1 જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

    જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ મે મહિનામાં સમયાંતરે 17 વાર વધારો થયો હતો. આ વધારા બાદ પેટ્રોલ 4.17 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું હતું. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ 4.60 રૂપિયાનો વધારો થયો હતો. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે.



    આ પણ વાંચો, 250 રૂપિયા ખર્ચીને ઘરે મંગાવો કોરોના ટેસ્ટ કિટ, 15 મિનિટમાં રિઝલ્ટ સાથે મેળવો રિપોર્ટ

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 4 June 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 94.76 રૂપિયા અને ડીઝલ 85.66 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 100.98 રૂપિયા અને ડીઝલ 92.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 96.23 રૂપિયા અને ડીઝલ 90.38 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 94.76 રૂપિયા અને ડીઝલ 88.51 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, જો આપની પાસે છે 1 રૂપિયાનો આ સિક્કો તો આપને મળશે દોઢ લાખ રૂપિયા, જાણો કેવી રીતે


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો..

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 04, 2021, 08:49 IST

    ટૉપ ન્યૂઝ