Petrol Diesel Price Today: સતત બીજા દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરના આજના રેટ્સ

Petrol Diesel Price Today: સતત બીજા દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરના આજના રેટ્સ
જૂન મહિનામાં ચોથી વાર ભાવવધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ

જૂન મહિનામાં ચોથી વાર ભાવવધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ

  • Share this:
    નવી દિલ્હી. સોમવારે પણ સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Rates)માં વધારો ઝીંકી દીધો છે. રવિવાર બાદ સતત બીજા દિવસે ઈંધણની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 28 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ (Diesel Price Today) 27 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. નોંધનીય છે કે, રવિવારે પેટ્રોલનો ભાવ 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 29 પૈસા પ્રતિ લીટર વધ્યો હતો.

    જૂન મહિનામાં ચોથીવાર ભાવવધારો



    1 જૂનથી 6 જૂનથી વચ્ચે ત્રણ વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. રવિવાર પહેલા 4 જૂન શુક્રવાર અને 1 જૂન મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા. આમ આ મહિનામાં 7 દિવસમાં 4 વાર ઈંધણના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીએ ખરીદ્યો મોંઘી બ્રિડનો ઘોડો, સ્કોટલેન્ડથી રાંચી લવાયો, જાણો તેની ખૂબીઓ

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 7 June 2021)

    દિલ્હી- પેટ્રોલ 95.31 રૂપિયા અને ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 101.52 રૂપિયા અને ડીઝલ 93.98 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 96.71 રૂપિયા અને ડીઝલ 90.92 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, કોરોના કાળમાં બે ભાઈઓએ શરૂ કરી નારિયલ પાણીની હોમ ડિલીવરી, હજારોમાં થઈ રહી છે કમાણી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 07, 2021, 08:27 am

    ટૉપ ન્યૂઝ