Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવ વધારા વચ્ચે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ્સ

ગુરૂવારની જેમ જ આજે પણ ઈંધણના ભાવમાં (Fuel Rates) કોઈ ફેરફાર નથી કરાયો. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price 3 September 2021: ફટાફટ જાણો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • Share this:
    Petrol Diesel Price, 3 September 2021: દેશમાં પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો (Petrol Diesel Price Today) દરરોજ સવારે 6:00 વાગ્યે જાહેર થાય છે. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં (Crude Oil Rates) થયેલા ફેરફારને ધ્યાને લઈ ભાવ ઘટાડે કે વધારે છે. શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. ગુરૂવારની જેમ જ આજે પણ ઈંધણના ભાવમાં (Fuel Rates) કોઈ ફેરફાર નથી કરાયો. સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે જ ઈંધણની કિંમતોમાં ઘટાડો કરાયો હતો. પેટ્રોલ અને ડીઝલ 15-15 પૈસા સસ્તા થયા હતા.

    બ્રેંટ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા

    વૈશ્વિક બજારમાં બુધવારે કાચા તેલની કિંમતો ઘટી હતી, જ્યારે ઓપેક+ દેશોએ બજારમાં ધીમે-ધીમે આપૂર્તિ પરત કરવાની પોતાની નીતિને કાયમ રાખવા પર પોતાની સહમતિ વ્યક્ત કરી. પરંતુ ગુરુવારે બ્રેંટ ક્રૂડ 1.44 ડૉલર એટલે કે 2 ટકાની તેજી સાથે 73.03 ડૉલર પ્રતિ બેરલ પર બંધ થયું. બીજી તરફ, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડ 1.40 ડૉલર એટલે કે 2 ટકા વધીને 69.99 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 3 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.34 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.39 રૂપિયા અને ડીઝલ 96.33 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.08 રૂપિયા અને ડીઝલ 93.38 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.65 રૂપિયા અને ડીઝલ 89.34 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.84 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.43 રૂપિયા અને ડીઝલ 89.15 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.53 રૂપિયા અને ડીઝલ 88.48 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Amazon સાથે કમાણી કરવાની સુવર્ણ તક, આ 35 શહેરોમાં 8000 લોકોને આપશે Jobs, અહીં કરો રજિસ્ટ્રેશન

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.17 રૂપિયા અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.16 રૂપિયા અને ડીઝલ 95.66 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 95.41 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.94 રૂપિયા અને ડીઝલ 95.43 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, School Dropout to CEO: ઈડલી-ઢોંસાનું ખીરું વેચીને કરોડોની કમાણી કરનાર મુસ્તફાની સંઘર્ષગાથા

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: