Home /News /business /

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, અહીં ચેક કરો આજના Rates

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, અહીં ચેક કરો આજના Rates

5 મહિનાના નીચલા સ્તર પર ઓઇલનો ભાવ, આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

5 મહિનાના નીચલા સ્તર પર ઓઇલનો ભાવ, આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude oil)ના ભાવની અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે. હાલ ગત એક મહિનાથી બજારમાં સુસ્તી રહેવાથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. ભારતીય ઓઇલ કંપનીઓ (IOC, HPCL & BPCL)એ આજે પણ પેટ્રોલ-ડીઝલ (Petrol and Diesel)ના ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કર્યો. જોવા જઈએ તો આ સતત 32મો દિવસ છે, જ્યારે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા 2 ઓક્ટોબરે છેલ્લીવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં રાહત મળી છે. જ્યારે ઓગસ્ટમાં પેટ્રોલ અને આ પહેલા જુલાઈમાં પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો હતો.

    5 મહિનાના નીચલા સ્તર પર ઓઇલનો ભાવ

    આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડાનું વલણ બનેલું છે. ઓઇલના ભાવ 5 મહિનાના નીચલા સ્તર પર છે. અમેરિકામાં કોરોનાના વધતા કેસના કારણે ઓઇલના ભાવમાં ઘટાડાનું વલણ છે. અનેક યૂરોપિયન દેશોમાં કોરોના વાયરસના વધતા કેસથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ઓઇલની ખપત ઘટી ગઈ છે.

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 3 November 2020)

    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, દિવાળી પહેલા હીરો મોટોકોર્પના આ મોડલ પર મળી રહી છે આકર્ષક છૂટ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, ટ્રેન મુસાફરી દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે કરો આ નિયમોનું પાલન

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Hpcl, Petrol, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन