Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આજે આપના શહેરમાં શું છે કિંમત

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર સવારે 6 વાગ્યે થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price Today: ગુજરાત અને દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના શું છે ભાવ, જાણો એક ક્લિકમાં

  • Share this:
    Petrol Diesel Price, 25 August 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા થોડા દિવસોમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ઈંધણની કિંમતોમાં (Fuel Rates) ઘટાડો આવ્યો છે. જોકે, દેશના અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ (Petrol Price Today) હજુ પણ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર છે. આ ઉપરાંત અનેક શહેરોમાં ડીઝલનો ભાવ (Diesel Price Today) પણ 100 રૂપિયાથી વધુ છે. ઈંધણની કિંમતો દરરોજ સવારમાં બદલાય છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) બુધવાર (25 ઓગસ્ટ, 2021)ના રોજ નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી જોવા મળ્યો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા હતા.

    જો આજના ભાવ પર નજર કરીએ તો ઈન્ડયન ઓઇલની વેબસાઇટ મુજબ, ઈંધણની કિંમતો સ્થિર છે. મંગળવારે રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમા; 15 પૈસા સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 25 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

    અમદાવાદ અને સુરતના ઈંધણના ભાવ ભાવ (Petrol Diesel Price in Gujarat: 25 August 2021)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Tata Motorsએ HBX મિડ-સાઇઝ SUVને Punch નામથી અનવીલ્ડ કરી, ફેસ્ટિવ સીઝનમાં થશે લૉન્ચ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Bank Holidays: સતત 4 દિવસ Banks બંધ રહેશે, ફટાફટ પૂરા કરી દો કામ, અહીં જુઓ રજાઓનું લિસ્ટ

    આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર

    આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: