Petrol Diesel Price: ડીઝલ 18 પૈસા અને પેટ્રોલ 7 પૈસા મોંઘું થયું, જાણો આપના શહેરના ભાવ

Petrol Diesel Price: ડીઝલ 18 પૈસા અને પેટ્રોલ 7 પૈસા મોંઘું થયું, જાણો આપના શહેરના ભાવ
પ્રતિકાત્મક તસવીર

સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો, ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આજના ભાવ

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Vaccine of Corona Virus)ની વેક્સીનના પરીક્ષણોમાં મળેલી સફળતાના અહેવાલોથી કાચા તેલ (Crude Oil)ના બજારમાં તેજી જોવા મળી રહી છે. તેની પર કાચા તેલ ઉત્પાદન કરનારા દેશોના સંગઠન ઓપેક (OPEC)એ પણ આ હિસાબથી રણનીતિ બનાવવાના સંકેત આપ્યા છે. આ કારણથી થોડા દિવસ પહેલા સુધી 40 ડૉલર પ્રતિ બેરલના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે રહેનારા બ્રેંટ ક્રૂડ (Brent Crude) હાલ 45 ડૉલરને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ આગામી વર્ષની શરૂઆતમાં તે 58 ડૉલર પ્રતિ બેરલથી ઉપર જશે.

    સ્થાનિક બજાર (Domestic Market) પર નજર કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં 48 દિવસના આરામ બાદ આજે સતત ચોથા દિવસે ભાવો વધ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil companies)એ આજે દિલ્હીમાં જ્યાં પેટ્રોલ 7 પૈસા પ્રતિ લીટર મોંઘું કરી દીધું છે તો ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.



    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 23 November 2020)

    દિલ્હી- પેટ્રોલ 81.53 રૂપિયા અને ડીઝલ 71.25 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 88.23 રૂપિયા અને ડીઝલ 77.73 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 83.10 રૂપિયા અને ડીઝલ 74.82 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.59 રૂપિયા અને ડીઝલ 76.72 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, વિદેશી પશુ-પક્ષીઓ રાખનારાઓ માટે સારા સમાચાર, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, પોતાને આર્મી મેજર કહીને 17 પરિવારને આપ્યો લગ્નનો વાયદો, ધોરણ-9 પાસે 6.5 કરોડ રૂપિયા ખંખેરી દીધા

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 23, 2020, 08:14 am

    टॉप स्टोरीज