Petrol Diesel Price Today: રક્ષાબંધનના દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: રક્ષાબંધનના અવસરે વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજે કેટલા ઘટ્યા ભાવ

  • Share this:
    Petrol Diesel Price, 22 August 2021: પેટ્રોલના ભાવ મોટાભાગના શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે અને અનેક શહેરોમાં તો ડીઝલ પણ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. પરંતુ રવિવારે ઈંધણની કિંમતો (Fuel Rates)ને લઈ સારા સમાચાર છે, કારણ કે રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે ભાવમાં ઘટાડો કરાયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ મુજબ ઈંધણની કિંમતો ઘટાડવામાં આવી છે.

    નવા ભાવ મુજબ, ડીઝલની કિંમત (Diesel Price Today)માં 10-20 પૈસા અને પેટ્રોલની કિંમત (Petrol Price Today)માં 10 પૈસાની આસપાસનો ઘટાડો કરાયો છે. નોંધનીય છે કે, શનિવારથી પહેલા પણ ત્રણ દિવસ સુધી ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. ત્યારબાદ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. બીજી તરફ, પેટ્રોલના ભાવ લાંબા સમયથી સ્થિર હતો અને પેટ્રોલના ભાવમાં છેલ્લવાર 18 જુલાઈએ ફેરફાર થયો હતો. હવે લગભગ એક મહિના બાદ પેટ્રોલની કિંમતમાં ફેરફાર થયો છે અને કિંમત ઘટી છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 22 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.66 રૂપિયા અને ડીઝલ 96.64 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.32 રૂપિયા અને ડીઝલ 93.66 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.93 રૂપિયા અને ડીઝલ 92.13 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 89.64 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.13 રૂપિયા અને ડીઝલ 94.49 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.70 રૂપિયા અને ડીઝલ 89.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Amazonની ‘સિક્રેટ વેબસાઈટ’ પરથી ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદો પ્રોડક્ટ્સ, પસંદ ના આવે તો 30 દિવસમાં કરો રિટર્ન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Ola Electric Scooter પર મળશે EMI ઓપ્શન, જાણો ક્યારે શરૂ થશે ડિલીવરી

    પેટ્રોલની કિંમત આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર

    આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: