Petrol Diesel Price Today: સતત બીજા દિવસે સસ્તું થયું ડીઝલ, જાણો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો કેટલું સસ્તું થયું ડીઝલ, જાણો એક ક્લિકમાં

  • Share this:
    Petrol Diesel Price Today, 19 August 2021: ભારતની સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) ગુરૂવાર, 19 ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ મુજબ, આજે પણ ઇંધણના ભાવ (Fuel Rates)માં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુરૂવારે પણ ડીઝલની કિંમત (Diesel Price Today)માં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવારે પણ ડીઝલનો ભાવ ઘટ્યો હતો. જોકે, પેટ્રોલનો ભાવ (Petrol Price Today) સ્થિર રહ્યો છે.

    રાજધાની દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ જ્યાં 101.84 રૂપિયા પ્રતિ લીટર પર છે, બીજી તરફ ડીઝલ 20 પૈસા ઘટીને 89.47 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. મુંબઈમાં પણ ડીઝલ 20 પૈસા સસ્તું થઈને 97.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. બીજી તરફ, પેટ્રોલની કિંમત 107.84 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, ગત મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘણી છે અને 42 દિવસમાં જ પેટ્રોલ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. જોકે, 18 જુલાઈ બાદથી પેટ્રોલના ભાવ સ્થિર છે.

    19 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 19 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.47 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.04 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 99.47 રૂપિયા અને ડીઝલ 94.02 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 92.57 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ – પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 94.86 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 89.81 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.16 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Yamaha Motors પોતાના સ્કૂટરો પર આપી રહી છે ખાસ ઓફર્સ, 999ના ડાઉન પેમેન્ટ પર લઈ જાઓ ઘરે

    આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર


    આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 19 August 2021)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.30 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.18 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 95.84 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.04 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: 2 લાખ રૂપિયામાં Amul સાથે શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને થશે 5 લાખ રૂપિયાથી વધુનો નફો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: