Petrol Diesel Price Today: સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ

સરકારી ઓઇલ કંપનીઓ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરે છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Price, 15 September 2021: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલ શું ભાવે વેચાઈ રહ્યા છે, એક ક્લિકમાં જાણો

  • Share this:
    Petrol-Diesel Price, 15th September 2021: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોના (Crude Oil Rates) કારણે ફરી એક વાર પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવ (Diesel Price Today) સ્થિર છે. આજે એટલે કે બુધવાર-15 સપ્ટેમ્બર, 2021ના રોજ સતત 10મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરાયા. ઈંધણની કિંમતોમાં (Fuel Latest Rates) છેલ્લી વાર 5 સપ્ટેમ્બરે ફેરફાર થયો હતો અને તે સમયે બંને ઈંધણ 15 પૈસા સુધી સસ્તા થયા હતા. ત્યારબાદ સતત 10 દિવસ સુધી તેમાં કોઈ ફેરફાર નથી કરાયો અને આજે પણ ભાવ સ્થિર છે.

    નોંધનીય છે કે, લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઇ વધારો નથી કરાયો. સપ્ટેમ્બર મહિનામાં કુલ બે વાર કિંમતોમાં ઘટાડો કરાયો છે, ભાવવધારો નથી કરાયો. સપ્ટેમ્બરમાં બંને ઈંધણના ભાવ 30 પૈસા પ્રતિ લીટર સુધી ઘટ્યા છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 15th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, RBIએ તમામ બેંકના ગ્રાહકોને માટે જાહેર કરી ખૂબ જ જરૂરી સૂચના, ફટાફટ કરો ચેક

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, PNB આપી રહી છે આપની દીકરીને લખપતિ બનાવવાની તક, માત્ર 250 રૂપિયામાં ખોલાવો ખાતું

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: