Home /News /business /Petrol Diesel Price Today: કાચા તેલના ભાવ વધ્યા, ફટાફટ ચેક કરો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા

Petrol Diesel Price Today: કાચા તેલના ભાવ વધ્યા, ફટાફટ ચેક કરો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા

પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાનું એક કારણ ટેક્સ (tax) પણ છે.

Petrol-Diesel Latest Price: સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 પૈસા સુધીનો ઘટાડો થયો, જાણો આપના શહેરના રેટ્સ

Petrol-Diesel Price, 14th September 2021: દેશભરમાં પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવ (Diesel Price Today) મંગળવાર 14 સપ્ટેમ્બર, 2021ના રોજ સતત નવમા દિવસે સ્થિર છે. મુખ્ય ઓટો ઇંધણની કિંમતોમાં (Fuel Latest Rates) છેલ્લીવાર 5 સપ્ટેમ્બરે ફેરફાર થયો હતો, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરાયો હતો. ખાસ કરીને ઇંધણની કિંમતોમાં ઘણા સમયથી ઉછાળો નથી જોવા મળ્યો. સપ્ટેમ્બર મહિનામાં 30 પૈસા સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે.

કિંમતોમાં વધારો હોવા છતાંય ઓગસ્ટ મહિનામાં ઈંધણની ડિમાન્ડમાં વધારો નોંધાયો હતો. રસપ્રદ વાત એ છે કે ઊંચી કિંમતોથી દેશમાં પેટ્રોલના વેચાણ પર કોઈ અસર નથી પડી. જોકે, પેટ્રોલની તુલનામાં ડીઝલની ડિમાન્ડ ઘણી ઓછી થઈ ગઈ છે.

કાચા તેલના ભાવ વધ્યા

સમાચાર એજન્સી રોઇટર્સ મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓઇલની કિંમતો સોમવારે બીજા સત્ર માટે વધી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂડ 33 સેન્ટ (0.5 ટકા) વધીને 73.25 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું અને યૂએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડ પણ 32 સેન્ટ (0.5 ટકા) વધીને 70.04 ડૉલર પર પહોંચી ગયું.

પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 14th September 2021)

>> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
>> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
>> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
>> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Bajaj Pulsar 150 અને Pulsar 160 ns પર મળી રહી છે શાનદાર ઓફર, 4 હજાર રૂપિયાની કરો બચત

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

>> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Aadhaar Shila: મહિલાઓ માટે LICની વિશેષ વીમા યોજના, રોજ 29 રૂપિયા જમા કરતાં કેટલા લાખ મળશે?

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:

Tags: Diesel, Diesel Price, Petrol, Petrol price

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો