પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત! ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના નવા Rates

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત! ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના નવા Rates
7 ડિસેમ્બર સુધી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કર્યો હતો

7 ડિસેમ્બર સુધી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કર્યો હતો

  • Share this:
    નવી દિલ્હીઃ ઓઇલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price)માં કોઈ ફેરફાર નથી કર્યો. દેશભરના મુખ્ય શહેરોમાં 10 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જોકે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સપ્ટેમ્બર 2018 બાદ એટલે કે છેલ્લા બે વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. આ પહેલા 7 ડિસેમ્બર સુધી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કર્યો હતો. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલ (Crude Oil)ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ ઓઇલનો ભાવ 0.44 ટકા વધીને 45.72 ડૉલર પર પહોંચી ગયો છે. જ્યારે બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ 0.41 ટકાના વધારાની સાથે 49.06 ડૉલર પ્રતિ બેરલ પર છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 10 December 2020)



    દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, હાલ માત્ર વયસ્કોને જ આપવામાં આવશે કોરોના વેક્સીન, બાળકો માટે જોવી પડશે લાંબી રાહ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, કેન્દ્રીય મંત્રીનું અજીબ નિવેદન, કહ્યું- ખેડૂતોના વિરોધ પ્રદર્શન પાછળ ચીન-પાકિસ્તાન

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 10, 2020, 08:16 am

    ટૉપ ન્યૂઝ