Petrol Diesel Price Today: સપ્ટેમ્બરના પહેલા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

Petrol Diesel Price Today: સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો, એક ક્લિક કરીને જાણો આજના રેટ્સ

Petrol Diesel Price Today: સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો, એક ક્લિક કરીને જાણો આજના રેટ્સ

  • Share this:
    Petrol Diesel Price, 1 September 2021: સપ્ટેમ્બર મહિનાની (September 2021) શરૂઆત થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈ નવા મહિનાની શરૂઆત ખુશખબર સાથે થઈ છે. મૂળે, 1 સપ્ટેમ્બરે જાહેર થયેલા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol Diesel New Rates) મુજબ, ઈંધણની કિંમતો ઘટી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં દરરોજ ફેરફાર થાય છે અને ઓઇલ કંપનીઓ સવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Fuel Rates) જાહેર કરે છે. બુધવાર 1 સપ્ટેમ્બર 2021ના નવા ભાવ જાહેર થઈ ગયા છે.

    નવા ભાવ મુજબ, અનેક શહેરોમાં પેટ્રોલની સાથે ડીઝલની કિંમતમાં પણ ઘટાડો થયો છે. આ પહેલા લગભગ એક સપ્તાહ પહેલા ઇંધણની કિંમતોમાં ફેરફા થયો હતો. પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતોમાં (Diesel Price Today) છેલ્લીવાર ફેરફાર 24 ઓગસ્ટ, 2021ના રોજ કરાયો હતો. ત્યારે દેશના અનેક શહેરોમાં ઇંધણના ભાવમાં ઘટાડો થયો હતો. આમ જોવા જઈએ તો લાંબા સમયથી પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો નથી થયો, કારણ કે પહેલા લગભગ એક મહિના સુધી પેટ્રોલનો ભાવ સ્થિર રહ્યો હતો અને પછી તેની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો.

    આ પણ વાંચો, Azim Premji Success Story: બિઝનેસના બાદશાહ અને દેશના સૌથી મોટા દાનવીર અઝીમ પ્રેમજીની જીવનગાથા

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 1 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.34 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.39 રૂપિયા અને ડીઝલ 96.33 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.08 રૂપિયા અને ડીઝલ 93.38 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.65 રૂપિયા અને ડીઝલ 89.34 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.84 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.43 રૂપિયા અને ડીઝલ 89.15 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.53 રૂપિયા અને ડીઝલ 88.48 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, China News: ચીનના બાળકો હવે અઠવાડિયામાં 3 કલાકથી વધુ ઓનલાઇન ગેમ નહીં રમી શકે, જાણો કેમ બદલાયો નિયમ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: