Petrol Diesel Prices : પેટ્રોલ-ડીઝલનાં નવાં ભાવ જાહેર, આપનાં શહેરમાં કેટલો છે ભાવ?
Petrol Diesel Prices : પેટ્રોલ-ડીઝલનાં નવાં ભાવ જાહેર, આપનાં શહેરમાં કેટલો છે ભાવ?
પેટ્રોલની કિંમત એક અઠવાડિયાથી સ્થિર
હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા અને મુંબઇમાં 120.51 રૂપિયે લીટરનાં ભાવે વેચાઇ રહ્યો છે. ડીઝલનો ભાવ મુંબઇમાં સૌથી વધુ 104.77 રૂપિયે લીટર છે. દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ આવે છે.
Petrol Diesel Prices : આજે રવિવાર માટે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનાં નવાં ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં દરરોજ 80 પૈસાનાં ઝટકાથી આ અઠવાડિયે થોડી રાહત મળી છે. એક અઠવાડિયા પહેલાં દરરોજ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં 80 પૈસાનો વધારો થઇ રહ્યો હતો. આજે દિલ્હી-મુંબઇ સહિત દેશનાં ચાર મહાનગરોમાં પ્રમુખ શહેરમાં ઓઇલનાં ભાવમાં કોઇ જ ફેરફાર નથી થયો.
દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
– દિલ્હી પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર
– મુંબઈ પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર
– ચેન્નાઈ પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર
– કોલકાતા પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર
અન્ય શહેરમાં ભાવ
– નોઇડા પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર
– લખનઉ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર
– પોર્ટબ્લેર પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર
– પટના પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)
– અમદાવાદ પેટ્રોલ 105.02 રૂપિયા અને ડીઝલ 99.40 રૂપિયા પ્રતિ લીટર
– સુરત પેટ્રોલ 104.87 રૂપિયા અને ડીઝલ 99.27 રૂપિયા પ્રતિ લીટર
– વડોદરા પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
– રાજકોટ પેટ્રોલ 104.71 રૂપિયા અને ડીઝલ 99.12 રૂપિયા પ્રતિ લીટર
દરરોજ બદલાય છે કિંમત
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર