Home /News /business /

Petrol Diesel price: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેરાત, જાણો કયા શહેરમાં સૌથી સસ્તું મળી રહ્યું છે પેટ્રોલ

Petrol Diesel price: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેરાત, જાણો કયા શહેરમાં સૌથી સસ્તું મળી રહ્યું છે પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલ કિંમત (ફાઇલ તસવીર)

Petrol Diesel price today: ઘરેલૂ બજારમાં છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમત જેમની તેમ છે. એટલે કે તેમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

    નવી દિલ્હી. Petrol-Diesel price today: સરકારી ઓઇલ કંપનીઓએ આજે (શનિવાર, 11 ડિસેમ્બર 2021) પેટ્રોલ-ડીઝલની નવી કિંમત (Petrol-Diesel price, 11th December) જાહેર કરી દીધી છે. ભારતીય કંપનીઓના તાજા અપડેટ પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે ઇંધણની કિંમત સ્થિર રાખવામાં આવી છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ઘરેલૂ બજારમાં છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમત જેમની તેમ છે. એટલે કે તેમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

    ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન (IOCL)ના જણાવ્યા પ્રમાણે આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol price in Delhi) 95.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.87 રૂપિયા પ્રતિ લીટર છે. મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ સૌથી સસ્તું અને મુંબઈમાં સૌથી મોંઘું મળી રહ્યું છે.

    કયા શહેરમાં પેટ્રોલ સૌથી સસ્તું?

    ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલની કિંમત એક શહેરથી બીજા શહેરમાં અલગ અલગ હોય છે. હાલ વાત કરીએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘું 112 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. ડીઝલની વાત કરીએ તો પોર્ટ બ્લેરમાં 77.13 રૂપિયા પ્રતિ લીટર જ્યારે શ્રીગંગાનગરમાં 95.26 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. આ ઉપરાંત નોઇડાની સરખામણીમાં દિલ્હીમાં ડીઝલ સસ્તું મળી રહ્યું છે.

    ક્રૂડ-ઓઇલની કિંમત ઘટી

    કોરોના વાયરસના નવા વેરિઅન્ટ અમોક્રોનને લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો છે. ક્રૂડ ઓઇલની કિંમત આજકાલ 75 ડૉલર પ્રતિ બેરલ ચાલી રહી છે.

    દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત (Petrol-Diesel price, 11-12-2021)

    >> Delhi પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Mumbai પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Chennai પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Kolkata પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Lucknow પેટ્રોલની કિંમત 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Gandhinagar પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Port Blair પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    Ahmedabad: પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.
    Surat: પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર છે.
    Vadodara: પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર છે.
    Rajkot: પેટ્રોલની કિંમત 94.83 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: Star Health IPO લિસ્ટિંગ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં કરી 6,000 કરોડ રૂપિયાની કમાણી!

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    આગામી સમાચાર