Petrol Diesel Price Today: 7 દિવસમાં પેટ્રોલ 1.65, ડીઝલ 1.88 રૂપિયા થયું મોઘું, જાણો આપના શહેરનો ભાવ

Petrol Diesel Price Today: 7 દિવસમાં પેટ્રોલ 1.65, ડીઝલ 1.88 રૂપિયા થયું મોઘું, જાણો આપના શહેરનો ભાવ
4 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં બંને ઈંધણની કિંમત ઓલટાઇમ હાઇ પર પહોંચી

4 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં બંને ઈંધણની કિંમત ઓલટાઇમ હાઇ પર પહોંચી

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol diesel Price today)એ સામાન્ય જનતાની પરેશાની વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓ (Oil Companies)એ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. આ વધારાથી પેટ્રોલ-ડીઝલ બંનેની કિંમત ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે 4 મેથી બંને ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં માત્ર 7 દિવસના વધારાથી પેટ્રોલ (Petrol Price Hike) 1.65 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 92 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે.

    7 દિવસમાં પેટ્રોલ 1.65 રૂપિયા મોંઘું થયું



    પેટ્રોલ-ડીઝલના ભાવમાં 4 મેથી વધારો ચાલુ થયો છે. ત્યારથી લઈને 7 દિવસની અંદર થયેલા ભાવવધારાને જોઈએ તો પેટ્રોલની કિંમતમાં 1.65 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલ (Diesel Price Hike)ની કિંમત પણ 7 દિવસમાં 1.88 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે.

    આ પણ વાંચો, ‘પ્લીઝ કોરોના મામલે બિનજવાબદાર ન બનો...’ જુઓ ગર્ભવતી ડૉક્ટરનો છેલ્લો Video Message

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 12 May 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 92.05 રૂપિયા અને ડીઝલ 82.61 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 98.36 રૂપિયા અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 93.84 રૂપિયા અને ડીઝલ 87.49 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 92.16 રૂપિયા અને ડીઝલ 85.45 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, મોટો ખુલાસો- રંગીન મિજાજના છે બિલ ગેટ્સ, ઘરે યોજાતી હતી સ્ટ્રિપ પાર્ટીઝ



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 12, 2021, 08:34 am

    ટૉપ ન્યૂઝ