Home /News /business /

પ્રતિ લીટર રૂ. 4 સુધી સસ્તું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ, સરકાર કરશે જાહેરાત

પ્રતિ લીટર રૂ. 4 સુધી સસ્તું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ, સરકાર કરશે જાહેરાત

  પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય સરકાર જલ્દી જ લઇ શકે છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે સરકાર એક્સાઇઝ ડ્યુટી 2થી 4 રૂપિયા સુધી ધટાડી શકે છે. માનવામાં આવે છે કે કિંમત ઓછી કરવા માટે સરકારે વિચારી લીધું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લઇ શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બુધવારે તેલ કંપનીઓ સાથે સ્ટોકની સ્થિતિ પર વાતચીત કરશે.

  એક બે દિવસમાં આવી શકે છે નિર્ણય

  વિત્ત મંત્રાલયે પીએમઓને બધા ડેટા અને ઇનપુટ આપી દીધા છે. ગત સપ્તાહથી એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા અંગે ચર્ચા થઇ રહી છે અને નિર્ણય આવવાની રાહ છે. ડિલર્સના કમિશન ઘટાડવા અંગે પણ વિચાર થઇ શકે છે. નોંધનીય છે કે ક્રૂડની કિંમતો જ્યારે પણ ઓછી હતી ત્યારે સરકારે નવેમ્બર 2014થી લઇને જાન્યુઆરી 2016 સુધી 9 વાર એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે અને માત્ર એક જ વાર એક્સાઇઝ ડ્યૂટી ઓક્ટોબરમાં જ ઘટાડી હતી.

  1 રૂપિયાના ઘટાડા પર 140 અરબનો બોજો

  - અધિકારીઓએ કહ્યું કે એક્સાઇઝ ડ્યૂટીમાં 1 રૂપિયાનો ઘટાડો કરવાથી સરકારને 130થી 140 અરબ રૂપિયાનો બોજો ઉઠાવવો પડે છે.
  -જો આમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે તો 260થી 280 અરબ રૂપિયાનું સરકારને નુકસાન થાય છે.
  - જો સરકારે 4 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી તો આ નુકસાન વધીને 520-560 અરબ રૂપિયા થાય છે.

  વેનેઝ્યુએલા સાથે પણ વાતચીત

  દક્ષિણ અમેરિકી દેશ વેનેઝ્યુએલા, ભારતને કાચા તેલની આપુર્તિ કરીને તેની ચૂકવણી ભારતીય કરન્સી રૂપિયામાં લેવા માટે તૈયાર થઇ ગયું છે. ભારતમાં વેનેઝ્યુએલાના રાજદૂતને મંગળવારે આ જાણકારી આપી હતી. તેમનું કહેવું છે કે આવું કરવાથી બંન્ને દેશોને અમેરિકા દ્વારા લગાવેલા પ્રતિબંધથી બચાવવામાં આવી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Diesel petrol price, Excise duty, Petrol price

  આગામી સમાચાર