Home /News /business /જૂનના પહેલા પખવાડિયામાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ દોઢ ગણો વધ્યો, ઉદ્યોગ-અર્થતંત્ર માટે શું અર્થ થાય?
જૂનના પહેલા પખવાડિયામાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ દોઢ ગણો વધ્યો, ઉદ્યોગ-અર્થતંત્ર માટે શું અર્થ થાય?
ભારતીય અર્થતંત્ર અને પેટ્રોલ-ડીઝલ
Indian Economy : દેશમાં 1 થી 14 જૂન સુધીમાં કુલ 34 લાખ ટન ડીઝલ (diesel) નો વપરાશ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47.8 ટકા અને મેના સમાન સમયગાળા કરતાં 12 ટકા વધુ છે. એ જ રીતે, પેટ્રોલ (Petrol) નો વપરાશ જૂનના પ્રથમ પખવાડિયામાં પણ 12.8 લાખ ટન થયો હતો
નવી દિલ્હી. જેમ જેમ ભારતીય અર્થતંત્ર (Indian Economy) કોવિડ-19 (Covid-19) મહામારીના પડછાયામાંથી બહાર આવી રહ્યું છે, તેમ ઇંધણનો વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે. જૂનના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (diesel) નો વપરાશ ગયા વર્ષની સરખામણીએ દોઢ ગણો વધી ગયો છે. પેટ્રોલિયમ મંત્રાલયે બુધવારે ડેટા જાહેર કરીને આ માહિતી આપી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 1 થી 14 જૂન સુધીમાં કુલ 34 લાખ ટન ડીઝલનો વપરાશ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47.8 ટકા અને મેના સમાન સમયગાળા કરતાં 12 ટકા વધુ છે. એ જ રીતે, પેટ્રોલનો વપરાશ જૂનના પ્રથમ પખવાડિયામાં પણ 12.8 લાખ ટન થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 54.2 ટકા વધુ છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના અહેવાલો બાદ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા અને ઉદ્યોગો પર આ વધતા ઈંધણ વપરાશની અસર વિશે નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.
કૃષિમાં વૃદ્ધિના સંકેતો
જાણીતા અર્થશાસ્ત્રી અરુણ કુમાર કહે છે કે, ડીઝલના વેચાણમાં અચાનક વધારો થવાનું સૌથી મોટું કારણ કૃષિ પ્રવૃત્તિઓમાં વધારો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની વાવણી શરૂ થઈ ગઈ છે. ખેડૂતો માત્ર વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ડાંગરના પાક માટે ખેતરો તૈયાર થઈ રહ્યા છે. ખેડૂતો હાલમાં ખેતરમાં સિંચાઈ માટે તેમજ ખેડાણ માટે ટ્રેક્ટરમાં ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે. જો દેશમાં ડીઝલનો વપરાશ અચાનક વધી ગયો છે, તો તેનો સીધો અર્થ એ છે કે કૃષિ પ્રવૃત્તિઓ પૂરજોશમાં છે.
અરુણ કુમારે કહ્યું કે, ઈંધણના વપરાશમાં વધારો હંમેશા અર્થતંત્ર પર હકારાત્મક અસર કરે છે. આ એ પણ દર્શાવે છે કે, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ સામાન્ય થઈ રહી છે, જેમાં ઈંધણની માંગ વધી રહી છે. ડીઝલનો બીજો સૌથી મોટો ઉપયોગ પરિવહનમાં થાય છે. જો તેનો વપરાશ વધ્યો છે તો આપણે કહી શકીએ કે દેશમાં ઉત્પાદનો અને માલસામાનનો પુરવઠો પણ વધ્યો છે.
ઉત્પાદન વધે છે
કોમોડિટી એક્સપર્ટ અને કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે, ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે માલની હેરફેરમાં વધારો થવાના સંકેતો છે. તેની અસર રોડ ટ્રાન્સપોર્ટ તરીકે ટ્રકમાં ડીઝલના વધુ ઉપયોગ સાથે રેલ્વે માલસામાન ટ્રેનો પર જોવા મળે છે. જો માલસામાનની અવરજવર વધી રહી છે, તો તેનો સીધો અર્થ એ છે કે, ફેક્ટરીનું ઉત્પાદન પણ વધ્યું છે. એટલે કે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ હવે વેગવંતી બની રહી છે.
એકંદરે, વધતા બળતણ વપરાશની સમગ્ર અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડે છે. સૌથી મોટી વાત એ છે કે, દેશના જીડીપીમાં સૌથી મોટી ભૂમિકા ભજવતા ઔદ્યોગિક જગતની સાથે સાથે કૃષિ ક્ષેત્રને પણ તેનો લાભ મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર