Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 25મા દિવસે સ્થિર, જાણો ગુજરાતના ચાર શહેરોના ભાવ

Petrol Diesel Price Today: આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો બુધવારના લેટેસ્ટ રેટ્સ

Petrol Diesel Price Today: આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો બુધવારના લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Petrol Diesel Price Today, 11 August 2021: સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. બુધવાર 11 ઓગસ્ટ, 2021ના રોજ જાહેર કરેલા આંકડાઓમાં ઈંધણની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત 25મો દિવસ છે જ્યારે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવ (Diesel Price Today) માં કોઈ ફેરફાર કરાયો નથી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં (Gujarat Petrol Price) પેટ્રોલનો ભાવ હજુ 100 રૂપિયા પ્રતિ લીટરની અંદર છે. ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ 4 મેથી ઈંધણના ભાવ (Fuel Rates)માં સતત વધારો થઈ રહ્યો હતો જેના પર છેલ્લા 25 દિવસથી બ્રેક વાગેલી છે.

    11 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 11 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 11 August 2021)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

    આ પણ વાંચો, Earn Money: એમેઝોન આપી રહ્યું છે દર મહિને 60થી 70 હજારની કમાણી કરવાની તક, રોજ 4 કલાક કરવાનું રહેશે કામ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: