Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ જાણો ગુજરાતના ચાર શહેરોના રેટ્સ

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: સતત 30મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો, જાણો આપના શહેરના રેટ્સ

  • Share this:
    Petrol Diesel Price Today, 16 August 2021: ભારતમાં સતત 30મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સરકારી ઓઇલ કંપનીઓએ સોમવાર સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે જેમાં કોઈ ઉતાર-ચઢાવ જોવા મળ્યો નથી. નોંધનીય છે કે, હાલના સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ પર છે. કેટલાક શહેરોમાં પેટ્રોલ (Petrol Price Today) 100 રૂપિયા પ્રતિ લીટર કરતાં પણ ઘણું મોંઘું વેચાઈ રહ્યું છે, જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, ડીઝલના ભાવ (Diesel Price Today) પણ જનતાને ચિંતામાં મૂકી રહ્યા છે.

    16 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 16 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 16 August 2021)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    તમિલનાડુ સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

    પેટ્રોલ-ડીઝલના આકાશે પહોંચેલા ભાવને જોતાં તમિલનાડુ સરકારે તેની પર લાગનારા ટેક્સમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરી દીધો હતો. તમિલાનાડુના નાણા મંત્રી પી. ત્યાગરાજને રાજ્યના બજેટમાં આ ઘટાડાની જાહેરાત કરી. તમિલનાડુ સરકારના આ પગલા બાદ આશા રાખવામાં આવી રહી છે કે બીજા રાજ્ય પણ ઈંધણના ભાવ પર લાગનારા ટેક્સમાં ઘટાડો કરી શકે છે.

    આ પણ વાંચો, Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: