Petrol-Diesel Price Today: સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ

સરકારી ઓઇલ કંપનીઓ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરે છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 23 September: ક્રૂડ ઓઇલના ઉતાર-ચઢાવની વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી

  • Share this:
    Petrol-Diesel Rates, 23rd September 2021: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવની વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol-Diesel Price) સ્થિરતા જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) સતત 18મા દિવસે 19 સપ્ટેમ્બર 2021ના રોજ પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. છેલ્લીવાર જ્યારે ભાવ બદલાયા હતા ત્યારે ઈંધણના ભાવમાં ઘટાડો થયો હતો. 23 સપ્ટેમ્બરે જાહેર કરેલા નવા ભાવ મુજબ, ગુરુવારે પણ કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો.

    ઉલ્લેખનીય છે કે, 18 દિવસથી કિંમતોમાં કોઈ ફેરફાર (Fuel Rates Static for 18 days) નથી કરાયો. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર 5 સપ્ટેમ્બરના રોજ કિંમતોમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ અને ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તા થયા હતા. ત્યારબાદથી આજ સુધી એ જ ભાવ પર ફ્યૂઅલ મળી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 23rd September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: 1 લાખ રૂપિયાના રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી મહિને કરો 8 લાખની બમ્પર કમાણી, સરકાર કરશે મદદ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: