પેટ્રોલ-ડિઝલ નહીં થાય સસ્તુ, એક્સાઈઝ ડ્યુટી ઘટાડી, સેસ વધારાયો

kiran mehta | News18 Gujarati
Updated: February 1, 2018, 6:28 PM IST
પેટ્રોલ-ડિઝલ નહીં થાય સસ્તુ, એક્સાઈઝ ડ્યુટી ઘટાડી, સેસ વધારાયો
આ પહેલા સમાચાર આવ્યા હતા કે પેટ્રોલ અને ડિઝલના બે રૂપિયા સસ્તુ થશે...

આ પહેલા સમાચાર આવ્યા હતા કે પેટ્રોલ અને ડિઝલના બે રૂપિયા સસ્તુ થશે...

  • Share this:
સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં એક્સાઈઝ ડ્યુટી સસ્તી કરવામાં આવશે તેવી જાહેરાત બાદ સમાચાર આવ્યા કે, પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો ઘટાડો થશે, પરંતુ હાલમાં આ મુદ્દે કેન્દ્ર સરકારે આ સમાચાર પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, પેટ્રોલ-ડિઝલ નહીં થાય સસ્તુ. કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, બડેટમાં જેટલી એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે, તેટલો જ સેસ વધારવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ નહીં ઘટે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે પેટ્રોલ અને ડિઝલના બે રૂપિયા સસ્તુ થશે. એટલું જ નહીં એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે, આજ રાત્રીથી જ ઘટાડો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા આજે સંસદમાં બજેટ 2018-19 રજૂ કરવામાં આવ્યું. તમામની નજર અરૂમ જેટલીના બજેટ ભાષણ પર હતી. આજે સંસદમાં જેટલીએ ઘણી જાહેરાતો કરી.
First published: February 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading