Home /News /business /

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, ફટાફટ ચેક કરો આપના શહેરમાં કેટલું થયું સસ્તું

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, ફટાફટ ચેક કરો આપના શહેરમાં કેટલું થયું સસ્તું

પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી, ટાંકી ફુલ કરાવતા પહેલા ચેક કરો આજના ભાવ

    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price) જાહેર થઈ ગયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે ઘણા દિવસો બાદ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ 24 દિવસ પેટ્રોલ-ડિઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવ ઘટાડ્યા છે. આજે પેટ્રોલ (Petrol Price Today)ની કિંમતમાં 18 પૈસા અને ડીઝલ (Diesel Price Today)ની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા અને એક લીટર ડીઝલનો ભાવ 81.30 રૂપિયા થઈ ગયો છે. મૂળે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત (Crude Oil Price)માં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ ગગડ્યો

    આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 15 દિવસમાં 10 ટકા ગગડી ગયો છે. યૂરોપમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ત્યાં ઈંધણની માંગમાં ઘટાડાની શક્યતા છે. તેને કારણે કાચા તેલની કિંમત 71 ડૉલર પ્રતિ બેરલની ઊંચાઈથી ઘટીને 64 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.

    આ પણ વાંચો, ગાયનું 4 કલાક ચાલ્યું ઓપરેશન, પેટમાંથી કાઢવામાં આવી 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણું બધું!

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 24 March 2021)

    દિલ્હી- પેટ્રોલ 90.99 રૂપિયા અને ડીઝલ 81.30 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.42 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 91.18 રૂપિયા અને ડીઝલ 84.18 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.95 રૂપિયા અને ડીઝલ 86.29 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ જુઓ, IND VS ENG: કૃણાલ પંડ્યા ઈંગ્લેન્ડના બોલર ટોમ કર્રન પર ભડક્યો, અમ્પાયરે વચ્ચે પડી કરી મધ્યસ્થી


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel)ના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર