દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 4 વર્ષની સૌથી ઉંચી સપાટીએ

 • Share this:
  પેટ્રોલની કિંમત રવિવારે દિલ્હીમાં 4 વર્ષની સૌથી ઉંચી સપાટી 73.73 રૂપિયા લીટર સુધી પહોચી ગઈ છે. તે ઉપરાંત ડીઝલનો ભાવ પણ એનસીઆરમાં અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર 64.58 રૂપિયા લીટર પહોચી ગયું છે.

  પેટ્રોલ-ડીઝલની વધી રહેલી ઝડપી ભાવ વધારાના કારણે સરકાર પર એક્સાઈઝ ડ્યુટીમાં કાપ કરવાનો દબાવ વધ્યો છે, પાછલા વર્ષે જૂનથી દરેક દિવસ તેલની કિંમતો સરકારી કંપનીઓ રીવાઈઝ કરી રહી છે. રવિવારે જાહેર થયેલા ભાવ નોટીફિકેશન હેઠળ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 18-18 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

  જૂન 2017 બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં 50 ટકાથી વધુનો ભાવ વધારો થયો છે. હાલમાં જ થયેલા એક સર્વે અનુસાર, ચાલુ વર્ષે કાચા તેલની કિંમતમાં 12 ટકાનો વધારો થઈ શકે છે. પ્રતિદિવસે થતા વધારા-ઘટાડા પર નજર નાખીએ તો 24 માર્ચે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 72.03 રૂપિયા પ્રતિ લીટર હતી અને ડીઝલની કિંમત 63.01 રૂપિયા હતી.

  હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 73.31 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 64.14 રૂપિયા છે. એક અંદાજા અનુસાર જો કાચા તેલની કિંમત 12 ટકા મોંઘી થાય તો દિલ્હીમાં પેટ્રોલ 83 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74 રૂપિયે પહોંચી જશે. પેટ્રોલ-ડીઝલમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે સામાન્ય માણસ પર સતત મોંઘવારીનો બોજ પડી રહ્યો છે.

  સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ 14 ડિસેમ્બર, 2014 પછી સૌથી ઊંચા સ્તર 73.73 રૂપિયા લીટર પહોચી ગયું છે. ત્યારે ભારતની રાજધાનીમાં પેટ્રોલની કિંમત 76.06 રૂપિયાએ પહોંચી ગઈ છે. આ સિવાય ડીઝલ અત્યાર સુધી પોતાના સૌથી ઊંચા સસ્તર 64.58 પર પહોચી ગયું છે. આ પહેલા 7 ફેબ્રુઆરી, 2018એ ડીઝલની કિંમત 64.22 રૂપિયા હતી.

  કોમોડિટી માર્કેટ એક્સપર્ટ વી. ચંદ્રશેખરનું જણાવ્યા અનુસાર, "કાચું તેલ 0.5 ટકાની મજબૂતી સાથે 70.9 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે. જે 80 ડોલર પ્રતિ બેરલે પહોંચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે રેટ હશે તે હિસાબે ઘરેલૂ માર્કેટમાં રિટેલ રેટ નક્કી થશે." હાલમાં સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સનો એટલો બધો બોજો નાંખી દીધો છે કે, જેના કારણે લોકોને પેટ્રોલ-ડીઝલના ઘણા બધા રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે સામાન્ય લોકોના પૈસાથી સરકાર પોતાની તિજોરી ભરી રહી છે.
  Published by:Mujahid Tunvar
  First published: