Home /News /business /ખુશખબર! પેટ્રોલના ભાવમાં આવી શકે છે આ મહિનાથી ઘટાડો, જાણો OPEC દેશોનો પ્લાન
ખુશખબર! પેટ્રોલના ભાવમાં આવી શકે છે આ મહિનાથી ઘટાડો, જાણો OPEC દેશોનો પ્લાન
પ્રતીકાત્મક તસવીર
Petrol Diesel Prices: ઓપેક સમૂહ સાથે રવિવારે થયેલી બેઠક બાદ મોટી આશા જન્મી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ જલ્દી જ ઘટી શકે છે. OPEC અને બિન ઓપેક દેશો કાચા તેલનું ઉત્પાદન આ મહિનાથી વધારશે
નવી દિલ્હી : દેશની સામાન્ય પ્રજાને વહેલી તકે જ પેટ્રોલ-ડીઝલના (Petrol price today) ભાવ વધારાથી મુક્તિ મળી શકે છે. રવિવારે ઓપેક સમૂહ સાથે થયેલી બેઠક બાદ આશા છે કે પેટ્રોલ જલ્દી જ સસ્તુ થઈ શકે છે. આ બેઠકમાં પૂર્ણ સમહતિ સધાઈ ગઈ છે. જેના અંતર્ગત OPEC અને બિન ઓપેક દેશો કાચા તેલનું ઉત્પાદન ઑગસ્ટ મહિનાથી વધારવા પર સહમત થઈ ગયા છે. અગાઉ આ દેશો વચ્ચેના વિવાદોના કારણે તેલની કિંમત પર મોટી અસર થઈ હતી.
તેલ ઉત્પાદક અને નિકાસ કરનાર દેશોના સંગઠન અને તેના સાથે ઉત્પાદક દેશોની એક ઑનલાઇન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક સંયુક્ત નિવેદનમાં આ જણાવવામાં આવ્યું છે કે કુવૈત, રશિયા, સાઉદી અરબ, યુએઈમાં તેલ ઉત્પાદનની સીમા વધારવામાં આવી છે. રશિયા ઓપેકનું સહયોગી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ઑપેક દેશોએ જણાવ્યું હતું કે ઑગસ્ટથી ઉત્પાદનમાં દર મહિને દૈનિક 4 લાખ બેરલનો વધારો કરવામાં આવશે. અત્યારે લાગુ 59 લાખ બેરલની પ્રતિદિન ઘટને ધીરે ધીરે 2022ના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. આ નિર્ણય બાદ 2 મિલિનય બીપીડી ઉત્પાદન બહાલ કરવામા આવશે.
5 દેશોનું ઉત્પાદન સ્તર વધશે
ઑનલાઇન બેઠક પર સંયુક્ત અરબ અમીરાતના ઉર્જા મંત્રી સુહૈલ અલ મજરૂઈએ પત્રકારોને એક મહત્ત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં એક સહમતિ સધાઈ છે. સાઉદી અરબના ઉર્જા મંત્રી શાબજાદા અબ્દુલ અજીજે જણાવ્યું કે સંઠગન વચ્ચે ઉત્પાદન સીમા અંગે સમઆયોજન થશે. ઓપેકના નિવેદનમાં પાંચ દેશોમાં ઉત્પાદનનું સ્તર વધારવા પર સંમતિ સધાઈ છે.
" isDesktop="true" id="1115808" >
નવી સેટ કરેલી નીતિઓ હેઠળ યુએઈ મે 2022 થી દરરોજ 3.5 મિલિયન બેરલનું ઉત્પાદન કરી શકશે. અહેવાલો અનુસાર, યુએઈ અગાઉ પોતાના માટે 3.8 મિલિયન બેરલ પ્રતિ દિવસના ઉત્પાદનની મર્યાદા માંગી રહ્યુ હતુ. એ જ રીતે સાઉદી અરબ દૈનિક ઉત્પાદન મર્યાદા 1100 મિલિયન બેરલથી વધારીને 11.5 મિલિયન બેરલ કરવામાં આવશે. રશિયાની ઉત્પાદન મર્યાદા પણ સમાન રહેશે. ઇરાક અને કુવૈતની દૈનિક ઉત્પાદન મર્યાદામાં વધારો આના કરતાં થોડો ઓછો હશે.
ઓપેકે તેના નિવેદનમાં સ્વીકાર્યું કે તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે "વિશ્વના મોટાભાગના ભાગોમાં રસીકરણના કાર્યક્રમો વધુ તીવ્ર થતાં આર્થિક પ્રવૃત્તિમાં સુધારો જોવા મળી રહ્યો છે." આ મહિનાની શરૂઆતમાં, યુએઈ પોતાના ઉત્પાદનના સ્તરમાં વધારો કરવા ઇચ્છતું હોવાથી ઉત્પાદન અંગેનો વાર્તાલાપ તૂટી ગયો હતો તેનાથી યુએઈ અને સાઉદી અરબ વચ્ચેનો તણાવ વધ્યો.
ઓપેક અને રશિયા જેવા તેના સાથીઓએ ભાવ વધારો રહે તે માટે 2020 માં દૈનિક ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં 10 મિલિયન બેરલના રેકોર્ડબ્રેક ઉત્પાદન લોસ પર સંમતિ આપી હતી. તે પછી ધીમે ધીમે ઉત્પાદનમાં 42 લાખ બેરલનો વધારો કરીને આ કટ હળવો કરવામાં આવ્યો. હાલમાં, દરરોજ 58 લાખ બેરલનો ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર