પેટ્રોલના ભાવમાં 23 દિવસમાં રૂ. 5નો ઘટાડો, હજુ સસ્તુ થશે પેટ્રોલ-ડિઝલ

News18 Gujarati
Updated: November 10, 2018, 4:53 PM IST
પેટ્રોલના ભાવમાં 23 દિવસમાં રૂ. 5નો ઘટાડો, હજુ સસ્તુ થશે પેટ્રોલ-ડિઝલ
આ બધા કારણોસર 17 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવ લગભગ રૂ. 5 પ્રતિ લીટર ઘટ્યા છે, જ્યારે ડિઝલ લગભગ 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

આ બધા કારણોસર 17 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવ લગભગ રૂ. 5 પ્રતિ લીટર ઘટ્યા છે, જ્યારે ડિઝલ લગભગ 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

  • Share this:
સળંગ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે સમાન્ય માટે ખુશીના સમાચાર છે. પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં હજુ વધુ ઘટાડો થશે તેવી આસા સેવાઈ રહી છે. ઘરેલુ બજારમાં ફ્યૂલ વધુ સસ્તુ થઈ શકે છે, કારણ કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત ત્રણ અઠવાડીયામાં ફટાફટ ઘટી રહી છે. જણાવી દઈે કે, વિદેશી બજારમાં ક્રૂડનો ભાવ 72 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે, જ્યારે રૂપિયામાં પણ સ્થિરતા છે.

આ બધા કારણોસર 17 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવ લગભગ રૂ. 5 પ્રતિ લીટર ઘટ્યા છે, જ્યારે ડિઝલ લગભગ 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 77.89 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલના ભાવ 72.58 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 83.40 રૂપિયા જ્યારે ડીઝલ 76.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડનો ભાવ 3 ઓક્ટોબરે 86 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 72 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે. ઈરાન પર અમેરિકાની આયાત પ્રતિબંધમાં ભારત અને સાત અન્ય દેશોને ઢીલ આપવાથી કોમોડિટી માર્કેટને રાહત મળી છે, જે સપ્લાય ગેપની આશંકાથી અસહજ અહેસાસ કરી રહ્યું હતું.

પેટ્રોલ પંપ ખોલવા અને ATF વેચવા દેવા સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર કરવાનો પ્લાન
આ બાજુ કંપનીઓને પેટ્રોલ પંપ ખોલવા અને ATF વેચવા દેવા માટેના નિયમોને ઉદાર બનાવવાની ભલામણ આપવા બનેલી એક્સપર્ટ કમિટીએ પોતાની ભલામણને અંતિમ રૂપ આપવા માટે પ્રજા પાસે સલાહ માંગી છે.

અત્યારે દેશમાં ફ્યૂલ રિટેલિંગ લાયસન્સ મેળવવા માટે કંપનીઓએ હાઈડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને પ્રોડક્શન, રિફાઈનિંગ, પાઈપલાઈન અથવા એલએનજી ટર્મિનલમાં 2000 કરોડનું રોકાણ કરવું પડે છે. સમિતિના ગઠન માટે મંત્રાલય તરફથી જાહેર એક અન્ય ઓર્ડર અનુસાર, એક્સપર્ટ કમિટીથી પેટ્રોલ, ડિઝલ અને એવિએશન ફ્યૂલ ATFની માર્કેટીંગના ઓથોરાઈઝેશન માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન લાગૂ કરવા સાથે જોડાયેલા મુદ્દા પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
First published: November 10, 2018, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading