Home /News /business /રવિવારે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 18 પૈસામાં થયો ભાવ ઘટાડો

રવિવારે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 18 પૈસામાં થયો ભાવ ઘટાડો

દેશમાં સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. રવિવારે પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે.

દેશમાં સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. રવિવારે પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે.

દેશમાં સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. રવિવારે પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે. હવે દિલ્હીમાં ડીઝલનો ભાવ રૂ. 68.10 પ્રતિ લિટર છે જ્યારે મુંબઇમાં ડીઝલ માટે રૂ.72.51 પ્રતિ લિટર ચૂકવવા પડશે. કોલકત્તામાં પેટ્રોલ રૂ.79.44 અને ડીઝલ રૂ. 70.65 પ્રતિ લિટર થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 16 દિવસ વધ્યા બાદ 29 મે પછી ઘટવાનું શરૂ થયું હતું. જોકે, પેટ્રોલ-ડીઝલમાં થયેલો ભાવ ઘટાડો ખુબ જ મામૂલી છે. 12 દિવસમાં પેટ્રોલના ભાવમાં 1.72 રૂપિયા અને ડીઝલના ભાવમાં 1.28 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે. જ્યારે ડીઝલનો ભાવ પણ પોતાના રેકોર્ડ સ્તર ઉપર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ગત કેટલાક દિવસોથી 5 ટકાથી વધારે ભાવ ઘટાડો થયો છે. એટલા માટે ઓઇલ કંપનીઓએ ભાવમાં ઘટાડો કર્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 22 જૂને ઓપેક દેશોની બેઠક થનારી છે. આ બેઠકમાં ઉત્પાદન વધારવું કે ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા જ્યારથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા હતા. આ ભાવ વધારા પાછળ કંપનીઓએ ઓપેક દેશો દ્વારા ક્રૂડ ઓઇલ ઉત્પાદન ઓછું કરવા અને રૂપિયાની તુલનામાં ડોલર મજબૂત બનવાનું મુખ્ય કારણ ગણાવવામાં આવે છે.
First published:

Tags: Petrol and diesel

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો