આજે તમે ખરીદ્યું સૌથી મોંઘુ પેટ્રોલ, આ કારણે રૂ. 85 થઈ શકે છે ભાવ

News18 Gujarati
Updated: January 17, 2018, 3:53 PM IST
આજે તમે ખરીદ્યું સૌથી મોંઘુ પેટ્રોલ, આ કારણે રૂ. 85 થઈ શકે છે ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધી રહેલ ભાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો...

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધી રહેલ ભાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો...

  • Share this:
પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધી રહેલ ભાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પહેલીવાર ડિઝલની કિંમત રૂ. 62 પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમત ફરી રૂ. 71 પ્રતિ લિટર ઉપર ચાલી ગઈ છે. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેસન અનુસાર દિલ્હીમાં બુધવારે પેટ્રોલના ભાવ રૂ. 71.39 પહોંચી ગયા છે. જ્યારે દિલ્હીમાં ડિઝલના ભાવની વાત કરીએ તો રૂ. 62.06 પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ મોંઘુ થતા અને ભારતીય રૂપિયાની નબળાઈના ચાલતા પેટ્રોલ-ડિઝલના ભાવ પર અસર પડી રહી છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ
દિલ્હીમાં ડીઝલનો ભાવ રૂ. 62.06સ કોલકત્તામાં રૂ. 64.72, મુંબઈમાં રૂ. 66.09, ચેન્નાઈમાં ન 65.42, હૈદરાબાદમાં રૂ. 67.42, ત્રિવેંન્દ્રમમાં રૂ. 67.39 અને રાયપુરમાં રૂ. 67.05 પ્રતિ લીટર થઈ ગયા છે. પેટ્રોલની વાત કરીએ તો બુધવારે દિલ્હીમાં તેનો ભાવ રૂ. 71.39, કલકત્તામાં રૂ. 74.11, મુંબઈમાં રૂ. 79.27 અને રૂ. ચેન્નાઈમાં રૂ. 74.02 રૂપિયા નોંધાયું છે.
First published: January 17, 2018, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading