Petrol Diesel Price: દિલ્હીમાં પેટ્રોલ 90 રૂપિયાને પાર, જાણો આપના શહેરમાં કેટલે પહોંચ્યો ભાવ

Petrol Diesel Price: દિલ્હીમાં પેટ્રોલ 90 રૂપિયાને પાર, જાણો આપના શહેરમાં કેટલે પહોંચ્યો ભાવ
સતત 11મા દિવસે પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા, પેટ્રોલમાં 31 પૈસા અને ડીઝલમાં 33 પૈસાનો વધારો કરાયો

સતત 11મા દિવસે પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા, પેટ્રોલમાં 31 પૈસા અને ડીઝલમાં 33 પૈસાનો વધારો કરાયો

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના ભાવો (Petrol Diesel Price Hike) રોજેરોજ ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. દેશમાં આજે સતત 11મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 31 પૈસા પ્રતિ લીટર વધીને 90.19 રૂપિયા પર પહોંચી ગયો. જ્યારે ડીઝલ (Diesel Price Today) પણ 33 પૈસા વધારા સાથે 80.60 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ (All Time High) પર ચાલી રહ્યા છે. નોંધનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવની સીધી અસર મોંઘવારી પર પડે છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 19 February 2021)



    દિલ્હી- પેટ્રોલ 90.19 રૂપિયા અને ડીઝલ 80.60 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 96.62 રૂપિયા અને ડીઝલ 87.37 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 91.41 રૂપિયા અને ડીઝલ 84.19 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.25 રૂપિયા અને ડીઝલ 85.63 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ જુઓ, PHOTOS: બાળકોની જીદ પર છત પર બનાવ્યું 35 ફુટ લાંબું પ્લેન, અંદર છે આવી સુવિધાઓ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, રેસ્ટોરામાં જમવા ગયા પતિ-પત્ની, વેઈટરને આપી 2000 ડૉલરની Tip, કારણ જાણી ચોંકી જશો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 19, 2021, 08:22 am

    ટૉપ ન્યૂઝ