Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરમાં શું છે લેટેસ્ટ રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Price: અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા કે ઘટ્યા? જાણો એક ક્લિકમાં

  • Share this:
    Petrol Diesel Price, 9th September 2021: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે. તેના વધતા-ઘટતા ભાવના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી કે મોંઘી થતી હોય છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) ગુરૂવાર, 9 સપ્ટેમ્બર 2021ના ઇંધણની કિંમતોમાં (Fuel Rates Today) કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. લાંબા સમયથી પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતોમાં (Diesel Price Today) ઉછાળો જોવા નથી મળ્યો અને છેલ્લા કેટલાક દિવસોમાં કિંમતોમાં ઘટાડો કરાયો છે. તેમ છતાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે.

    નોંધનીય છે કે, રવિવારે દેશના અલગ-અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. દેશના અનેક શહેરો એવા છે જ્યાં હાલ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત ડીઝલના ભાવ પણ અનેક શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરથી વધારે છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, PNB આપી રહી છે આપની દીકરીને લખપતિ બનાવવાની તક, માત્ર 250 રૂપિયામાં ખોલાવો ખાતું

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 9th September 2021)


    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Tata Tigor EV Review: ટાટાની આ સસ્તી ઇલેક્ટ્રિક કાર ફુલ ચાર્જમાં ચાલશે 306 KM, જાણો 5 મહત્ત્વની બાબતો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: