Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ગુજરાતના ચાર શહેરોના જાણો લેટેસ્ટ રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 04 October: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલના ભાવ વધ્યા કે ઘટ્યા, ફટાફટ કરો ચેક

  • Share this:
    Petrol-Diesel Rates, 4th October 2021: IOCLએ આજે સોમવાર માટે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની નવી કિંમતો (Diesel Price Today) જાહેર કરી દીધી છે. ચાર દિવસથી સતત વધી રહેલા ભાવથી આજે રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે કિંમતોમાં કોઈ વધારો નથી કર્યો. આ પહેલા રવિવારે ડીઝલના ભાવમાં 29થી 36 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તો પેટ્રોલના ભાવમાં પણ પ્રતિ લીટર 25થી 33 પૈસાનો વધારો કર્યો હતો.

    આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

    નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 4th October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 102.39 રૂપિયા અને ડીઝલ 90.77 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 108.43 રૂપિયા અને ડીઝલ 98.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 100.01 રૂપિયા અને ડીઝલ 95.32 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 103.07 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 99.21 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.83 રૂપિયા અને ડીઝલ 97.37 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.97 રૂપિયા અને ડીઝલ 97.60 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.61 રૂપિયા અને ડીઝલ 97.14 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, નવી કારની સાથે કેમ જરૂરી છે Zero Depreciation Insurance, જાણો તેના ફાયદા

    ઇન્ટરનેશનલ સ્તરે કાચા તેલના ભાવ (Crude Oil Rates) વધવાના કારણે દેશમાં ઈંધણની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ગત કેટલાક દિવસોમાં ભારત દ્વારા આયાત કરવામાં આવતા કાચા તેલનો સરેરાશ ભાવ 78 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. નોંધનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્ર્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ તથા ટ્રાન્સપોર્ટેશનના કારણે અલગ-અલગ હોય છે.

    આ પણ વાંચો, Wipro Elite National Talent Hunt: એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે વિપ્રોમાં નોકરીની તક, જલ્દી કરાવો રજિસ્ટ્રેશન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: