Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલમાં તેજીની વચ્ચે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા રેટ, ફટાફટ કરો ચેક

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર સવારે 6 વાગ્યે થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Rates: ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ

  • Share this:
    Petrol, Diesel Price Today: સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMC) પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને (IOCL) રવિવારે ડીઝલના ભાવમાં (Diesel Price Today) 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે, રવિવારે સતત 21મા દિવસે પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાનીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 101.19 રૂપિયા પર સ્થિર છે. બીજી તરફ, હવે ડીઝલનો ભાવ વધીને 89.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

    નોંધનીય છે કે, બે દિવસ પહેલા ડીઝલના ભાવમાં 19 દિવસ બાદ 20 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. પરંતુ પેટ્રોલ સ્થિર છે. આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. તેનું મોટું કારણ કાચા તેલના ભાવમાં (Crude Oil Rates) ઉછાળો છે. છેલ્લા 4 દિવસથી કાચા તેલની કિંમતો સતત વધી રહી છે. આ વધારો છેલ્લા 3 વર્ષનો ઉચ્ચ રેકોર્ડ છે.

    વૈશ્વિક બજારોમાં કાચા તેલની કિંમતો 77 ડૉલર પ્રતિ બેરલ પર ચાલી રહી છે. એક દિવસ પહેલા આ કિંમતો 77.65 ડૉલર નોંધવામાં આવી. કાચા તેલનું ટ્રેડિંગ હાલ જોઈએ તો તે ઓક્ટોબર 2018 બાદ સૌથી મોટો વધારો છે.

    આ પણ વાંચો, Explained: ઉત્તરાધિકારી એટલે શું? વારસાને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય છે? અહીં જાણો બધું જ

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 26th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.68 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.69 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 92.17 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.67 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.53 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.81 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.99 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.59 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો,
    ગુજરાતના શિરે વધુ એક યશકલગી, GIFT Cityમાં પહેલી ઓક્ટોબરે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો થશે શુભારંભ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: