Petrol- Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આવી શકે છે ઉછાળો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં ઓલટાઇમ હાઇ પર છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 17 September 2021: ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં શું ભાવે વેચાઈ રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ?

  • Share this:
    Petrol-Diesel Rates, 17th September 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 માટે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના નવા ભાવ (Diesel Price Today) જાહેર કરી દીધા છે. સતત 12મા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર છે. મુખ્ય ઓટો ઈંધણની કિંમતોમાં (Fuel Rates) છેલ્લીવાર 5 સપ્ટેમ્બરે ફેરફાર થયો હતો. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરાયો હતો. પેટ્રોલની કિંમતોમાં લાંબા સમયથી ઉછાળ નથી જોવા મળ્યો. સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલ 30 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થયું છે. જોકે, બંને ઈંધણના ભાવ રેકોર્ડ સ્તર (Petrol-Diesel Price All Time High) પર છે.

    વધી શકે છે ઈંધણના ભાવ

    વૈશ્વિક સ્તર પર કાચા તેલની વધતી કિંમતોની (Crude Oil Price Hike) સાથે સ્થાનિક ઈંધણની કિંમતોમાં ઘટાડાની શક્યતા ઓછી થતી દેખાઈ રહી છે. તેનાથી વિપરિત શક્યતા છે કે કાચા તેલની કિંમતોમાં વૃદ્ધિના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધશે. કારણ કે સરકારી ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય રેટ વધવાના કારણે કિંમત વધારવા માટે મજબૂર થઈ જશે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 17th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: ઘરે બેઠા ફ્રેન્ચાઇઝી લઇને ફ્રીમાં શરૂ કરો પોતાનો Business, થશે લાખોની કમાણી

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    LIC IPO: કેન્દ્ર સરકારનો 10 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક, ફંડથી શેની ખોટ ભરપાઈ થશે?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: