Petrol-Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, ચેક કરો ગુજરાતના ચાર શહેરોના રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 12 October: અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો એક ક્લિકમાં

  • Share this:
    Petrol-Diesel Rates, 12th October 2021: પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોમાં મંગળવાર એટલે કે 12 ઓક્ટોબરે રાહત મળી છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણની કિંમતોમાં (Fuel Rates) કોઈ વધારો નથી કર્યો. ગત સાત દિવસમાં પેટ્રોલ-ડીઝલ સતત મોંઘા થયા છે. સોમવારે પેટ્રોલ (Petrol Price) 30 પૈસા સુધી મોંઘું થયું હતું, જ્યારે ડીઝલનો ભાવ (Diesel Price) 35 પૈસા પ્રતિ લીટર સુધી વધ્યો હતો. નોંધનીય છે કે, આ મહિનાના પહેલા 12 દિવસમાં પેટ્રોલ 2.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3.30 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે.

    કાચા તેલની રેકોર્ડ તેજીથી વધતી કિંમતોએ દેશમાં ઈંધણના ભાવો ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચાડી દીધા છે. ગત કારોબારી સત્રમાં ક્રૂડનો ભાવ 2.08 ટકા વધીને 84.10 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો.

    એક મહિનામાં 3.30 રૂપિયા મોંઘું થયું ડીઝલ

    આ મહિને પહેલી તારીખે પેટ્રોલ જ્યાં 25 પૈસા મોંઘું થયું હતું ત્યાં બીજી તરફ ડીઝલ પણ 30 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું હતું. ગત મહિનાના આખર તારીખોથો ઈંધણના ભાવમાં વધારો શરૂ થયો જે આજે પણ ચાલુ છે. આમ પણ હાલના સમયમાં ક્રૂડ ઓઇલની કિંમત ફરી એક વાર 82 ડૉલરને પાર થઈ ગઈ છે. તેથી પેટ્રોલિયમ પ્રોડક્ટસ મોંઘી થઇ છે. પેટ્રોલ આ મહિને 2.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. તો બીજી તરફ, ડીઝલ પણ 3.30 રૂપિયા જેટલું મોંઘું થયું છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 101.20 રૂપિયા અને ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 99.91 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 100.66 રૂપિયા અને ડીઝલ 99.81 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 100.55 રૂપિયા અને ડીઝલ 99.68 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Samsung લૉન્ચ કરશે સૌથી સસ્તો 5G સ્માર્ટફોન! ચેક કરો કિંમત અને તમામ ફીચર્સ

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 12th October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 104.44 રૂપિયા અને ડીઝલ 93.17 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 110.41 રૂપિયા અને ડીઝલ 101.03 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 101.79 રૂપિયા અને ડીઝલ 97.56 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 105.05 રૂપિયા અને ડીઝલ 96.24 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, ITR Filling: SBI ગ્રાહકો હવે ફ્રીમાં ભરી શકશે ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો શું છે પ્રોસેસ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: